અમદાવાદીઓ નિશ્ચિત બની મતદાન કરજો, 7 મેના રોજ ટ્રાફિક પોલીસ વાહનોને ટોઈંગ નહીં કરે

અમદાવાદ: ગુજરાતમાં આગામી 7 મેના રોજ તમામ 25 લોકસભા સીટો પર મતદાન થવાનું છે, આ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં 7મી મેના રોજ મતદાન કરવા આવનારા મતદારોના વ્હિકલને ટોઈંગ નહીં કરવાનો મોટો નિર્ણય કર્યો છે. મતદારો તેમના વાહન પોલીંગ સ્ટેશનની આસપાસ પાર્ક કરી શકશે.
લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે શહેર પોલીસ 7 મેના રોજ મતદાન મથકની નજીકના વાહનોને ટોઇંગ કરશે નહીં. કેટલાક નાગરિકો પાર્કિંગની સમસ્યાને કારણે મત આપવા માટે બહાર નિકળવાનું ટાળતા હોવાની માહિતી મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટ્રાફિક જેસીપી એન એન ચૌધરીના જણાવ્યા મુજબ 7 મેના રોજ મતદાનના દિવસે 25 લોકસભા સીટો પર મતદાન થશે. અમદાવાદમાં પણ 7 મેના દિવસે મતદાન યોજાવાનું છે આ દિવસે પોલીંગ બુથની નજીક ખોટી રીતે પાર્ક કરેલા વાહનોને પણ ટોઈંગ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલા મતદાન કેન્દ્રોની ભીડ થાય તથા વાહનોને પાર્ક કરવામાં મુકેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસના કર્મીઓ મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 37,65,149 મતદારો માટે કુલ 1,168 મતદાન મથકો અને લગભગ 4,132 મતદાન મથકો છે. અમદાવાદના વિવિધ વિસ્તારો ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે.