આપણું ગુજરાત

સરકારની સેવાનું સરવૈયું – ગુજરાતની મહાપાલિકા સાથે 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ

ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા.17 સપ્ટેમ્બર થી તા. 3 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.

થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ 24705 થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 31747 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં 21 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 18 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે.રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.

આ પણ વાંચો: ‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈને ટોપ ટેનમાં લાવવા આસિસ્ટન્ટ કમિશનરોને રસ્તા પર ઉતરવાનું પાલિકા કમિશનરનું ફરમાન

થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ 24705 થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 31747 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં 21 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 18 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સ્વચ્છતા પાછળ દર વર્ષે 900 કરોડનો ધુમાડો

રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 1086 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ 744 મુખ્ય રસ્તાઓ, 297 માર્કેટ વિસ્તાર, 994 કોમર્શીયલ વિસ્તાર, 2971 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.

રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 533 બ્લેક સ્પોટની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 230 રેડ સ્પોટ(પાનની પિચકારી) 123 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.વધુમાં, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ 656 કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 90થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત