આપણું ગુજરાત

પૂર્વ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને બિલ્ડરોને બદનામ કરનાર સાયબર ક્રિમિનલ નેપાળથી ઝડપાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ તેમજ શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડરોને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું ષડયંત્ર ચલાવનાર મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરાને સાયબર પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી ભારતમાંથી ભાગીને નેપાળ જતો રહ્યો હતો અને ત્યાંથી અલગ-અલગ સોશિયલ મીડિયા આઈડી બનાવી ખોટી પોસ્ટ અપલોડ કરતો હતો. જ્યારે તે જેલમાં બંધ પોતાના પિતા હેમતલાલ કણસાગરાને જામીન પર છોડાવવા ભારત પરત ફર્યો, ત્યારે સાયબર ક્રાઈમની ટીમે લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતી. અદાલતે આરોપીના ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વિશાલ કણસાગરાએ સોશિયલ મીડિયા પર અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા. તેણે પૂર્વ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ ઉપરાંત અગ્રણી બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રને પણ ટાર્ગેટ કર્યા હતા, જે અંગે અગાઉ ગુનો નોંધાયો હતો. આ સિવાય, તેણે બિલ્ડર સ્મિત પરમારને બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગી હોવાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ધરપકડ દરમિયાન આરોપીએ પુરાવાનો નાશ કરવા મોબાઈલમાંથી વાંધાજનક પોસ્ટ ડિલીટ કરી નાખી હતી, પરંતુ સાયબર સેલે આધુનિક ટેકનોલોજીની મદદથી તમામ ડેટા રિકવર કરી લીધો હતો.

આ પણ વાંચો…કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભૂતપૂર્વ પ્રધાને મહિલાનાં કપડાંમાં બતાવીને શું લખાયું ? કોની સામે થઈ ફરિયાદ ?

પોલીસ તપાસમાં બપાર આવ્યું હતું કે આરોપી વિશાલ સાયબર ફ્રોડનો રીઢો ગુનેગાર હોય તેની સામે અત્યાર સુધીમાં ૧૧ ગુનાઓ નોંધાયા છે, જ્યારે તેના પિતા સામે પણ ૪ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીએ કબૂલાત કરી છે કે તે સોશિયલ મીડિયા આઈડી બનાવવામાં નિષ્ણાત હોવાથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાસે નાણાં પડાવવા માટે આ પ્રવૃત્તિ કરતો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button