આપણું ગુજરાત

ઉનાળુ પાક સુકાતો હોવાથી નુકસાનની આશંકા, વિરમગામના ખેડૂતોએ સિંચાઈના કરી પાણીની માંગ…

અમદાવાદઃ ખેતી માટે સૌથી આવશ્યક સિંચાઈ માટેનું પાણી છે. સિંચાઈ માટે પાણી જો સમયસર મળી રહે તો સારી એવી ખેતી થઈ શકે છે, અન્યથા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. નોંધનીય છે કે, પાકને થતા નુકસાનને લઈને વિરમગામ પંથકના ખેડૂતોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. અહીં પાણીના અભાવે પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. જેથી વિરમગામના તમામ ગામોમાં સિંચાઇના પાણીની સુવિધા કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે.

સિંચાઈ માટે પાણી મળે તો પાકને ગરમીથી બચાવી શકાય
ખેડૂતોની એક જ માંગ છે કે, સિંચાઈ માટે પાણી આપવામાં આવે જેથી પાકને ગરમીથી બચાવી શકાય. કારણે કે, ખરીફ પાકોને પુરતા પ્રમાણમાં પાણી મળી તે ખૂબ જ જરૂરી છે. નોંધનીય છે કે, નર્મદાની નરસિંહપુરા બ્રાન્ચ માઇનોર કેનાલમા છેલ્લા ઘણાં દિવસોથી પાણી બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી અત્યારે ઉભો પાક સૂકાઈ રહ્યો હોવાથી ખેડુતો ચિંતિત થયા હતા. ચોમાસામાં ખેડૂતોને ડાંગરના પાકના કારણે મોટું નુકસાન થયું હતું જેથી આ વર્ષે પંથકના ખેડૂતોએ ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા હાલ હજારો હેક્ટર જમીનમાં ડાંગરનો ઉભો પાક સૂકાઈ રહ્યો છે. આ પાકને બચાવવા માટે પાણી મળવું આવશ્યક છે.

30થી વધુ ગામમાં ઉનાળુ ડાંગરના પાક સુકાવવાના આરે
નોંધનીય છે કે, સોકલી કરકથળ ગામ પાસેથી પસાર થતી નર્મદાની નરસિંહપુરા બ્રાન્ચ માઇનોર કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે વિરમગામ તાલુકાના 30થી વધુ ગામમાં ઉનાળુ ડાંગરના પાક સુકાઈ રહ્યા છે. જેથી ખેડૂતો દ્વારા સરકાર પાસે કેનાલમાં પાણી છોડવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી છે. ગામડાઓની વાત કરવામાં આવે તો, વિરમગામ તાલુકાના હાસલપુર, સોકલી, કાજીપુરા ,વાંસવા, લિયા, થોરી મુબારક જાલમપુરા ધોડા થુલેટા સહિત 30 થી વધુ ગામોના ખેડૂતો અત્યારે પાણી માટે માંગણી કરી રહ્યાં છે. જો સરકાર દ્વારા પાણી છોડવામાં આવે તો પાકને વચાવી શકાય તેમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button