viral video: એર હૉસ્ટેસનો આવો વીડિયો બનાવતો હતો એક બેશરમ ને પછી…

અમદાવાદઃ ગમે તેટલી કોશિશો કરો અમુક લોકો તેમની માનસિકતા બદલી શકતા નથી. કોઈ મહિલાના થોડા એવા દેખાતા પગ, કે ક્લિવેજ, કે બેકને જોયા કરવાનું અમુક નરાધમોને મર્દાનગી લાગે છે. આવા જ એક પ્રવાસીએ એર હૉસ્ટેટ સાથે એવી હરકત કરી કે આપણને શરમ આવી જાય.
આ વાયરલ વીડિયોમાં એક પ્રવાસી પોતાની સિટ પર બેઠો છે. તેની આગળની સિટ પર બેઠેલા પ્રવાસીને એક ફિમેલ એટેન્ડર કંઈક સર્વ કરી રહી છે. આ મહિલાએ સ્કર્ટ પહેર્યું છે અને તેના પગ દેખાઈ રહ્યા છે. પાછળ બેઠેલો પ્રવાસી તેના આ દેખાતા પગનો પાછળથી વીડિયો લેવાની કોશિશ કરતો દેખાઈ રહ્યો છે. જોકે તે હજુ તો શરૂઆત કરે છે ત્યાં અન્ય ક્રુ મેમ્બર તેને જોઈ જાય છે અને તેને પકડી લે છે. તેનો મોબાઈલ ઝૂંટવી લે છે. મળતી માહિતી અનુસાર પછીથી આ પ્રવાસીને પોલીસને હવાલે કરી દેવામાં આવે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @PicturesFoIder નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. વાઈરલ થઈ રહેલા ફ્લાઈટના આ વીડિયોને લઈને લોકો પણ ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘અત્યંત નિરાશ, અત્યંત ઘૃણાસ્પદ, તેને એવી સજા મળવી જોઈએ જેથી બીજું કોઈ આવું ખરાબ કામ ન કરી શકે.’ અન્ય યુઝરે ટિપ્પણી કરી, ‘મને ખાતરી છે કે તેઓ તેના પર થોડા વર્ષો માટે ફ્લાઈટની મુસાફરી પર પ્રતિબંધ મૂકશે.
એરપોર્ટ ઓથેરિટી અને પોલીસ આવા લોકોને સીધા કરશે તેવી આશા રાખીએ, પરંતુ આપણે મહિલાઓ પ્રત્યેની આવી હલકી માનસિકતામાંથી કેમ બહાર આવતા નથી તે વિચારતા કરી મૂકે તેવો સવાલ છે.