આપણું ગુજરાત

પ્રેસ કોન્ફરન્સમાં વાઇરલ પત્રિકાનો મુદ્દો ઉછળ્યો

આજરોજ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ની એક પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણીને લોકો સુધી પહોંચાડવા માટે અને લોકોના સૂચનો પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટેની જે મુહિમ શરૂ કરાય છે તે સંદર્ભે માહિતી આપતા હતા વિગત પૂરી થતાં પ્રેસ પ્રતિનિધિએ વાઇરલ પત્રિકા બાબત ઉલ્લેખ કર્યો હતો કે વિપક્ષમાંથી જે રીતે ભાજપમાં પ્રવેશ શરૂ થયો છે અને તેઓને પ્રાધાન્ય મળી રહ્યું છે તેવા સંજોગોમાં કોઈ કાર્યકરની લાગણી દુભાણી હોય અને તેણે પત્રિકા બહાર પાડી મૂળ ભાજપના લોકો માટે ૧૪ ટકા અનામત ની માગણી કરેલી છે.

તેના જવાબ રૂપે ભરત બોઘરાએ જણાવ્યું હતું કે આ કોઈ હિત શત્રુ નું કામ છે ભાજપ વસુધૈવ કુટુંબકમ ની ભાવનામાં માને છે અને હિત શત્રુઓને પત્રિકા સિવાય કોઈ કાર્ય રહ્યું નથી. અને આ કૃત્યને તેમણે વખોડ્યું હતું. ખેડૂતો અંગે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક વધી જ છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પૂરતો સાથ અને સહકાર મળે છે. પાંચ લાખથી વધારે લીડ થી જીતવા માટે શું પ્લાનિંગ છે અને આવો દાવો કઈ રીતે કરી શકાય તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે અમે પેજ પ્રમુખ ના માધ્યમથી ખરેખર પહોંચ્યા છીએ અને ભૂતકાળમાં જે કામમાં અધૂરા હતા તે પૂર્ણ કરવાની કોશિશ કરી રહ્યા છીએ એટલે દાવો કરીએ છીએ કે પાંચ લાખથી વધારે લીડ થી જીતીશું.

પત્રકારોએ તીખા સવાલોથી તેમને ઘેર્યા હતા. તેમના સંતાન માટે અમેરિકાના વિઝા માટે તેઓ મુંબઈ ગયા હતા તે વાતનો ઉલ્લેખ થતા એક પ્રશ્ન એવો પણ આવ્યો હતો કે તો શું અહીંના ભણતર માટે તમને વિશ્વાસ નથી આ પ્રશ્નને તેઓએ સિફતથી પછી ચર્ચા કરીશું કરી અને ઉડાવી દીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button