આપણું ગુજરાતભાવનગર

ભાવનગરના મહુવાના યુવકે કંકોતરીમાં છપાવ્યો ‘બટોંગે તો કટોગે’નો નારો, વાયરલ થયું મેરેજ કાર્ડ…

Viral Marriage Card: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો (UP CM Yogi Adityanath) નારો બટોંગે તો કટોગે (batoge to katoge) ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના ભાવનગરમાં એક વ્યક્તિએ તેના લગ્નના કાર્ડમાં આ નારો છપાવ્યો છે, જેની સાથે તેણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર પણ છપાવી છે.

આ પણ વાંચો : Kutch Rann Utsav 2024: પશ્ચિમ રેલવે  ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો તારીખ અને સમય

Credit : thefollowup.in

કંકોતરી પર છપાવ્યો નારો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાંગર ગામના એક યુવકના 23 નવેમ્બરે લગ્ન થવાના છે. તેની કંકોતરી પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે આપેલો બટોંગે તો કટોગે નારો છપાવવામાં આવ્યો છે. જેમાં હિન્દુ સમુદાયને એકજૂથ થવાની વાત કરી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ નારો ખૂબ વાયરલ થયો છે. કંકોતરી પર નારો છપાવનારા યુવકે કહ્યું, લોકોને જાગૃત કરવા અને પીએમ મોદીની સફાઇનો સંદેશ પહોંચાડવા માટે કંકોતરી પર આ સંદેશ છાપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રેલીઓમાં ભાજપના વરિષ્ઠ નેતા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ બટોંગે તો કટોગે નો નારો બુલંદ કરી રહ્યા છે. પીએમ મોદીએ તેમના પ્રચાર અભિયાનની શરૂઆત ‘એક હૈ તો સૈફ હૈ’ના મેસેજ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો એક માત્ર એજન્ડા એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સામે લડાવવાનો છે. તેઓ એસસી, એસટી અને ઓબીસી પ્રગતિ કરે તથા તેમને યોગ્ય સન્માન મળે તેમ નથી ઈચ્છતા.

આ પણ વાંચો : Kutch Rann Utsav 2024: 11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ, જાણો ટેન્ટના ભાવ અને ફરવા લાયક સ્થળોની માહિતી

હાલ દેશમાં ચૂંટણી માહોલ જામ્યો છે. મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે અને તેમાં ‘બટોંગે તો કટોંગે’ ખૂબ જ વાયરલ થયું છે ત્યારે ભાવનગરના યુવાને કંકોતરીમાં સ્વચ્છતા અભિયાન અને સ્વદેશી અપનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. યુવકના કહેવા મુજબ, હાલ હિન્દુ સમાજમાં ભાગલા પાડવા માટે જે પ્રકારના કાવતરાં થઈ રહ્યા છે ત્યારે આવી તાકાતોનો સામનો કરવા કઈંક કરી દેખાડવાનો અમારો પ્રયાસ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker