અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શનથી હૉસ્પિટલમાં દર્દી ઊભરાયા: 15 દિવસમાં ત્રણ હજાર દર્દી | મુંબઈ સમાચાર

અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શનથી હૉસ્પિટલમાં દર્દી ઊભરાયા: 15 દિવસમાં ત્રણ હજાર દર્દી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેકશન ફેલાયું છે. ખાસ કરીને અમદાવાદની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં તાવ, શરદી અને ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. શહેરની સોલા સિવિલ હૉસ્પિટલમાં જ 15 દિવસના અરસામાં વાયરલ ઈન્ફેક્શનના ત્રણ હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
અમદાવાદની સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1441 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે, આ અગાઉ એક સપ્તાહમાં 1607 જેટલા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. સ્વાઈન ફલૂનો એક સપ્તાહમાં વધુ એક કેસ આવ્યો છે. 15 દિવસમાં સ્વાઈન ફલૂમાં બે દર્દી નોંધાયા છે.
12 શંકાસ્પદમાંથી બેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક સપ્તાહમાં ડેન્ગ્યૂના 100 શંકાસ્પદ કેસ આવ્યા છે. જેમાંથી એક રિપોર્ટ પોઝિટિવ છે. મલેરિયાના 228 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચિકન ગુનિયાના 11 શંકાસ્પદ દર્દી આવ્યા છે. ઝાડા ઊલટીના 11, ટાઈફોઈડના 7 અને વાયરલ હિપેટાઈટિસના 2 દર્દી નોંધાયા છે. ઉ

Back to top button