આપણું ગુજરાત

આખરે ડાકોર મંદિરમાં વીઆઇપી દર્શનનો નિર્ણય રદ કરાયો

ડાકોર રણછોડરાયજીના મંદિરમાં રૂ.500નો ચાર્જ લઇને ભક્તોને વીઆઇપી દર્શન કરાવવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટી મંડળે રદ કરવાની જાહેરાત કરી હતી. ભારે વિવાદ અને રજૂઆતો બાદ છેવટે મંદિરના ટ્રસ્ટીઓએ વીઆઇપી દર્શનનો નિર્ણય રદ કરવાની ફરજ પડી છે.

એક અહેવાલ અનુસાર ડાકોર મંદિરમાં રજૂઆત કરવા આવેલા ઠાસરા તાલુકાના સરપંચો અને આગેવાનોની હાજરીમાં મંદિરના ટ્રસ્ટીએ જાહેરાત કરી હતી કે જન્માષ્ટમીથી જ વીઆઇપી દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે જેની આજે સત્તાવાર જાહેરાત કરીએ છીએ.


મંદિરના ઉંબરા સુધી જઇને ભગવાનના દર્શન કરવા માટે ભક્તો પાસેથી વ્યક્તિદીઠ રૂ.500 લેવામાં આવતા હતા તે હવે નહિ લેવાય. આ ઉપરાંત મહિલાઓની લાઇનમાં જઇને પુરૂષ દર્શનાર્થીએ દર્શન કરવા હોય તો રૂ.250 લેવામાં આવતાં હતા તે પણ હવેથી બંધ કરવામાં આવે છે. અહીં રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button