સુરેન્દ્રનગરના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ; લાકડી, ધોકા હથિયારોથી હુમલો

અમદાવાદઃ સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી ગઈ હતી. બે જૂથો વચ્ચે લાકડી, ધોકા અને પાઇપ જેવાં હથિયારોથી થયેલા હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે આ મામલે પાટડી પોલીસ સ્ટેશનમાં 5 શખસ સામે ફરિયાદ નોંધાઈ હતી.
ઘાયલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા આઠ વર્ષ જૂની અદાવતમાં ત્રણ શખસે લાકડી અને લોખંડની પાઈપ લઈને ગામના મુમતાજબેન સહિતના પરિવારજનો પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Also read: સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના વસાડવા રેલવે ટ્રેક પાસે દીપડાનો મૃતદેહ મળ્યો
પોલીસે ગુનો દાખલ કર્યો ખારાઘોડા ગામની મુમતાજબેન જિલાનીભાઇ સૈયદે પાંચ વ્યક્તિઓ – જુબેરભાઈ બાબુખાન, અલ્તાફભાઈ બાબુખાન, સમીરખાન તહેરૂમખાન, રુકસાનાબેન બાબુખાન અને અમદાવાદના આમિરખાન ઉર્ફે ટીપુ પઠાણ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાએ વિસ્તારમાં તંગદિલી ફેલાવી હતી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.