‘Morbi’માં સામાન્ય તકરારમાં ફાયરિંગ, એકનું મોત 7 ઘાયલ
અમદાવાદ : મોરબી(Morbi)જિલ્લામાં શનિવારે માળિયા મિયાણા શહેરમાં આવેલા વાગડીયા ઝાપા પાસે બાળકોની માથાકૂટ થઇ હતી. નાના બાળકોની માથાકૂટમાં બે જૂથોએ સામ-સામે ફાયરિંગ કરતાં એકનું મોત થઈ ગયું છે. આ ફાયરિંગની ઘટનામાં એક બાળક સહિત સાત લોકો ઘાયલ થયા હતા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બન્યા બાદ સમગ્ર માર્કેટ બંધ થયું હતું અને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
| Also Read: આતુરતાનો અંત ! હવે Rajkot થી દિલ્હી- વડોદરાની સીધી ફ્લાઇટ મળશે
ફાયરિંગમાં એકનું મોત, સાત ઘાયલ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માળીયાના વાગડીયા ઝાપા પાસે જેડા અને જામ પરિવારના છોકરાઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ બંને પક્ષેથી લાકડાના ધોકા વડે મારામારી કરવામાં આવી હતી અને બંને પક્ષોએ ઘરમાંથી બંદૂક લઈ આવી ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં હૈદર જેડા નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે સાત લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જેમાં બે લોકો વધુ ગંભીર થતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે.
| Also Read: Gujarat સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટીની કિંમતોમાં થઇ શકે છે ઘટાડો, જાણો વિગતે
માળીયામાં પોલીસ સ્ટેશનની નજીકના જ વિસ્તારમાં આ ઘટના બનેલી છે. જોકે, હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકાયો છે અને માળિયા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે