આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

Vadodaraના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી વિરુદ્ધ પીડિતાની દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદ : ગુજરાતના વડોદરામાં(Vadodara)વાડીના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થિની સાથે જે.પી. સ્વામીએ દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાએ પોલીસ ફરિયાદ કરી છે. જેના પગલે પોલીસે પૂર્વ કોઠારી જગત પાવનદાસ સ્વામી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ફરિયાદના પગલે સંપ્રદાયને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

વર્ષ 2016 તેની સાથે દુષ્કર્મ આચર્યું

એક અખબારના અહેવાલ મુજબ પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં વર્ષ 2016 તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું છે. પીડિતાએ જણાવ્યું હતું કે હાલની તેની ઉંમર 23 વર્ષની છે અને જયારે તે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને તેની ઉંમર 14 વર્ષની હતી ત્યારે જે.પી.સ્વામીએ આ દુષ્કર્મ આચર્યું હતું.

વોટ્સએપ ચેટથી સંવાદ શરૂ કર્યો હતો

ફરિયાદમાં જણાવ્યા અનુસાર સ્વામીનારાયણ સંપ્રદાયના આસ્થા હોવાના પગલે યુવતી અને તેના માતા -પિતા વાડી મંદિરમાં પૂજા અને દર્શન માટે જતાં હતા. જ્યારે વર્ષ 2015માં મંદિરના કોઠારી સ્વામી તરીકે જે.પી. સ્વામી હતા. ત્યારે એક દિવસ રાત્રે પિતાના ફોન પર સ્વામીનો ફોન આવ્યો હતો. જો કે આ ફોન યુવતી ઉપાડયો હતો. ત્યારે જે.પી.સ્વામીએ યુવતી સાથે વાત કરીને તેનો ફોન નંબર મેળવ્યો હતો. જેની બાદ જે.પી.સ્વામીએ તેની સાથે વોટ્સએપ ચેટથી સંવાદ શરૂ કર્યો હતો.

જે.પી.સ્વામી હાથ ખેંચી યુવતીને રૂમની અંદર લઈ ગયા

તેમજ જે.પી.સ્વામી વિદેશથી યુવતી માટે ગિફટ પણ લાવ્યા હતા. તેમજ આ ગિફટ લેવા માટે તે યુવતીને મંદિરે બોલાવતા હોવાની વાત ફરિયાદમાં કરવામાં આવી છે. જ્યારે યુવતીએ આ ગિફ્ટ પિતાને આપવા જે.પી.સ્વામીને જણાવ્યું હતું, પરતું જે.પી.સ્વામીએ જીદ પકડતા યુવતી આ ગિફ્ટ લેવા મંદિરે ગઇ હતી. જે.પી.સ્વામીએ 10 સપ્ટેમ્બરે 2016ના પોણા નવ વાગે આરતીના સમયે યુવતીને મંદિર નીચેની રૂમમાં બોલાવી હતી. તેમજ જે.પી.સ્વામી હાથ ખેંચી યુવતીને રૂમની અંદર લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું.

જે.પી. સ્વામી વડતાલથી ફરાર થઈ ગયા

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતીએ આગળ જણાવ્યું હતું કે દુષ્કર્મ બાદ જે.પી.સ્વામીએ ધમકી આપી હતી કે જો કોઇને કહીશ તો હું દવા પી લઈશ અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ. એ સમયે મારી પાસે પોલીસમાં ફરિયાદ કરવાની હિંમત ન હતી. આ ઉપરાંત જે.પી. સ્વામી વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો કોલ અને વાતો પણ કરતાં હતા. પોલીસે આ ફરિયાદના આધારે કાર્યવાહી આગળ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button