Asaram ના જામીન મંજૂર થતા પીડિતાનો પરિવાર ભયભીત, કહ્યું અમારા જીવને જોખમ…

અમદાવાદ : દુષ્કર્મ કેસમા આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને (Asaram)મેડિકલ ગ્રાઉન્ડ પર ગુજરાત હાઇકોર્ટે ત્રણ મહિનાના હંગામી જામીન મંજૂર કર્યા છે. જોકે, હાઇકોર્ટના આદેશ બાદ પીડિતાના પિતાએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે આસારામના જામીનથી તેમનો પરિવાર જોખમમાં મુકાશે, કારણ કે આસારામ કશું પણ કરાવી શકે છે.
તે હવે બધુ મેનેજ કરવા લાગ્યા
આ અંગે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના રહેવાસી પીડિતાના પિતાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે
જયા સુધી આસારામ જેલમાં હતા તે યોગ્ય હતું. પરંતુ તે હવે બધુ મેનેજ કરવા લાગ્યા છે. તેમજ અમને એમ નથી સમજાતું કે અદાલત તેમને વારંવાર વચગાળાના જામીન કેમ મંજૂર કરે છે. પહેલા સાત દિવસ માટે, પછી 12 દિવસ માટે અને પછી બે મહિના માટે અને હવે ત્રણ મહિના માટે.
વકીલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી
પીડિતાના પિતાએ આરોપ લગાવ્યો કે, તેમની સાથે વકીલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. વકીલે
આસારામની જામીન અરજી સામે વાંધો ઉઠાવ્યો ન હતો. વકીલ પાસે બધા દસ્તાવેજો તૈયાર હતા. તેમણે કહ્યું, અમે વકીલને બધા દસ્તાવેજો આપ્યા, પરંતુ તેમણે કોર્ટમાં કોઈ વાંધો ઉઠાવ્યો નહીં અને અમને સતત ભટકાવ્યા હતા.
પરિવાર માટે ખતરો વધી ગયો
પીડિતાના પિતાએ કહ્યું, હવે જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો છે ત્યારે તેના સમર્થકો કહી રહ્યા હતા કે તે ફરીથી જેલમાં નહીં જાય. હવે તેમની વાત સાચી સાબિત થઈ રહી છે. તે જોધપુરથી ઇન્દોર, ઉજ્જૈન અને સુરતની મુસાફરી કરી રહ્યો છે અને તેના અનુયાયીઓને મળી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આસારામ ગમે ત્યારે તેમના પરિવારને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું, હવે અમારા પરિવાર માટે ખતરો વધી ગયો છે. તેઓ અમને કંઈ પણ કરાવી શકે છે. હવે અમે ફક્ત ભગવાન પર નિર્ભર છીએ.
આપણ વાંચો Asaram ની છ મહિનાના હંગામી જામીન અરજી મામલે હાઇકોર્ટનો ચુકાદો અનામત
ગાંધીનગરની એક સેશન્સ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના જાન્યુઆરીમાં ગાંધીનગરની એક સેશન્સ કોર્ટે આસારામને વર્ષ 2013ના બળાત્કાર કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. જે સુરતના એક આશ્રમમાં એક મહિલા શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવાનો કેસ હતો.