મકાન લેવેંચમાં ઠગાઇમાં પીડિતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે લગાવી મદદની ગુહાર
અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા વ્યક્તિની મકાનની લેવેચમાં ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પાંચ લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં મકાન માલિક દ્વારા કાગળો આપવામાં ન આવતા તેમણે પોલીસનો સહારો લીધો હતો પણ અંતે આરોપી સામે કોઈ કાર્યવાહી ન થતા પીડિતે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અધિકારીઓને મદદની ગુહાર લગાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અસલમ બાંકે ખાન નામના વ્યક્તિ કે જેણે મકાનમાલિક દતેમનો અમદાવાદના દાણીલીમડામાં આવેલો પ્લોટ હપ્તેથી પૈસા પૂરા પાડવાની શરતે પ્લોટ ખરીદ્યો હતો. જો કે આ બાદ તેમને મકાનના દસ્તાવેજ તેમના નામે કરી આપવા માટેનું નક્કી કર્યું હતું અને મકાન માલિકની વાતમાં આવીને અસલમ ખાન દ્વારા ધીમે ધીમે હપ્તા કરીને 5 લાખ ઉપરની રકમ ભરી દીધી હતી પરંતુ ત્યારબાદ માલિક દ્વારા કોઈજ કાગળો ન આપવામાં આવતા તેઓને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેને પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો ; અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સહિતની આની માહિતીથી વાકેફ થતાં બલવંત સિંહ રાજપૂત
મકાન માલિક દ્વારા કરવામાં આવેલી ઠગાઇ બાદ પીડિત દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસ તરફથી પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ પીડિત દ્વારા કરવામાં આવ્યો છે. આ બાદ તેઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવતા પહોંચ્યા છે. પીડિતે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓ સાથે મકાનની લેવેચ મામલે માલિકે છેતરપીંડી કરવામાં આવી છે અને તેમના મકાનના તાળા તોડી તમામ માલસામાન પણ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા જતાં ત્યાં પણ તેમને કોઈ વ્યવસ્થિત જવાબ ન મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પોતાની જિંદગીની કમાણીથી પોતાનું ઘર ઇચ્છતા અસલમભાઈને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પ્રત્યુતર ન મળતા તેમણે આખરે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત શહેર પોલીસ કમિશનરને લેખિત ઓનલાઈન જાણ કરી આ બાબતે ન્યાય અને મદદ માટે ગુહાર લગાવી છે. તેમણે માંગ કરી છે કે તેમણે ભરેલ પૈસા પાછા મળી જાય અથવા તેઓને તેમના મકાનના દસ્તાવેજ આપવામાં આવે.