Vibrant Gujarat: આજે વડા પ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(VGGS) 2024નું ઉદ્ઘાટન કરશે. VGGSની 10મી આવૃત્તિનું આયોજન ગાંધીનગર ખાતે 10 થી 12 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે. આ વર્ષની સમિટની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. કોન્ફરન્સમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લેશે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરી 2024ના રોજ સવારે 9.45 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહેશે.
ઉદ્ઘાટન પહેલા વડા પ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આત્મનિર્ભર ભારત માટે સમૃદ્ધ ગુજરાતના વિઝન સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખશે.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે આ સમિટ એ આપણા વડા પ્રધાનના વિઝન મુજબ વિકાસ અને સામાજિક-આર્થિક વૃદ્ધિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.