Vibrant Gujarat 2024: આજે બપોરે અમિત શાહની હાજરીમાં સમિટનો સમાપન સમારોહ યોજાશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતનેશનલ

Vibrant Gujarat 2024: આજે બપોરે અમિત શાહની હાજરીમાં સમિટનો સમાપન સમારોહ યોજાશે

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચાલી રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. અતિમ દિવસે આજે બપોરે 2.૩૦ વાગ્યે સમિટનો સમાપન સમારોહ યોજાશે, આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહેશે.

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10મી જાન્યુઆરીના રોજ સમિટ ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાર બાદ મહાત્મા મંદિર ખાતે વિવિધ બિઝનેસ કોન્ફરન્સ અને સેમીનાર યોજાયા હતા. જેમાં વિવિધ દેશ અને કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 9મી તારીખે વડા પ્રધાને ઉદ્ઘાટન કર્યા બાદ હજારો લોકો વાઈબ્રન્ટ એક્સિબિશનની મુલાકાત લઇ ચુક્યા છે, એક્સિબિશનનો પણ આજે અંતિમ દિવસ છે.


ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં મોટા રોકાણની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ટાટા સન્સ પણ ગુજરાત સાથેની લાંબા સમયની ભાગીદારી આગળ ધપાવવા જઈ રહ્યું છે. સેમી કંડકટર અગે પણ મહત્વના કરાર કરવામાં આવ્યા છે.


મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઘણા MOU સાઈન કરવામાં આવ્યા હતા. દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે અંતિમ તબક્કામાં છે.


આજે બપોત્રે 2.૩૦ વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમિત શાહની હજારીમાં સમાપન સમરોહ યોજાશે, જેમાં આ વર્ષે સમિટમાં મળેલી ઉપલબ્ધિઓ અંગે માહિતી આપવામાં આવશે. અમિત શાહ દેશ-વિદેશથી પધારેલા મહેમાનોની આભાર વિધિ કરશે.

Back to top button