આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Vibrant Gujarat: સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટથી ગુજરાતમાં 5000 નોકરીઓની તક: માઇક્રોન CEO

ગાંધીનગર: Vibrant Gujarat Global Summitમાં દેશ અને દુનિયાના 50થી વધુ નાનામોટા ઉદ્યોગપતિઓ સામેલ થયા છે. માઇક્રોન ટેકનોલોજીના CEO સંજય મેહરોત્રાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે સાણંદ પ્લાન્ટના પ્રોગ્રેસ અને સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગમાં વર્કફોર્સ વધારવા પર કંપની ભાર મુકી રહી છે તેમ જણાવ્યું હતું.

માઇક્રોન ટેકનોલોજીના CEO સંજય મેહરોત્રાએ ન્યુઝ એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે “પીએમ મોદી સાથેની મુલાકાત શ્રેષ્ઠ રહી, અમે પીએમને સાણંદ પ્લાન્ટની કામગીરી કેટલે પહોંચી તે અંગે અપડેટ આપ્યું છે. તેમાં વર્કફોર્સ વધારવા માટે માઇક્રોનની પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું છે.”

હજુ સપ્ટેમ્બર 2023માં જ ગુજરાતના સાણંદ ખાતે દેશના પ્રથમ સેમી કંડકટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટમાં સેમીકંડક્ટર ચીપ બનશે, જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે મોબાઇલ, ટીવી, ફ્રિજ, કાર, ટ્રેન અને વિમાનમાં વપરાય છે. આ તમામનું પ્રોડક્શન ભારતમાં થવા માંડશે. સેમીકન્ડક્ટર એક ફાઉન્ડેશનલ મટિરીયલ છે. માઇક્રોન ટેકનોલોજીએ મૂળ અમેરિકાની કંપની છે. જેના દ્વારા 22 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ હજારો લોકોને રોજગાર મળશે. આમ ગુજરાતમાં રોજગારીની તક ઉભી કરવા માટે આ પ્લાન્ટ અત્યંત મહત્વપૂર્ણ છે.

વર્ષ 2024 સુધીમાં આ સેમીકંડક્ટર ચીપનો પ્લાન્ટ શરૂ કરી દેવાની કંપનીની યોજના છે, અને આ પ્લાન્ટ દ્વારા દેશને સૌપ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમીકંડક્ટર ચીપ મળશે. ચીપનું રેગ્યુલર ઉત્પાદન શરૂ થઇ જાય એ પછી વૈશ્વિક સ્તરે ભારત સેમીકંડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે.

પ્લાન્ટ કાર્યરત થઇ જાય એ પછી પણ આ પ્રોજેક્ટ દ્વારા આગામી કેટલાંક વર્ષોમાં 15,000થી પણ વધુ લોકો માટે રોજગારનું સાધન બનશે તેમજ 5000 જેટલી ડાયરેક્ટ નોકરીઓ આપવામાં આવશે તેવો દાવો કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે. માઈક્રોન અમેરિકાની કૉમ્પ્યુટર સ્ટોરેજ ચીપ મેન્યુફેક્ચરર કંપની છે. જે આ પ્લાન્ટમાં 825 મિલિયન ડોલરનું રોકાણ કરશે. ફન્ડિંગનો બાકીનો હિસ્સો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ફાળવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button