વાઇબ્રન્ટ ગુજરાત સૌથી વધુ દેશો પાર્ટનર કંટ્રી તરીકે જોડાયા છે: બલવંતસિંહ
(અમારા પ્રતિનિધિ તરફથી)
વાયબ્રન્ટ ગુજરાત 2024 માટે ગુજરાત સજજ છે. આ સાથે જ વાઇબ્રન્ટ સમિટેએ 2047નું ભારતનો પથ દર્શાવતી સમિટ છે. સૌથી વધુ દેશો પાર્ટનર કંટ્રી તરીકે જોડાયા છે. અનેક દેશો અને કંપનીઓ ભારતમાં આવવા આતુર છે. હાલમાં ટેસ્લા પર ચર્ચા ચાલુ છે. આ કામગીરી પાઈપલાઈનમાં છે.
રાજ્યના ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન અલગ અલગ દેશોના વડાઓ સાથે બેઠક કરશે. આ સિવાય મોઢેરા સૂર્ય મંદિરની પ્રતિકૃતિ સામે ફોટો સેશન પણ યોજાશે. રાઉંડ ટેબલ કોન્ફરન્સ માટે ખાસ આયોજન કરાયું છે અને સાથે મહાત્મા મંદિરમાં અલગ અલગ વિષય પર સેમિનારનું આયોજન કરાયું છે. હંગામી ધોરણે સાત અને કુલ 10 સેમિનાર હોલ તૈયાર કરાયા છે. રાજપૂતે જણાવ્યું હતું કે, બે લાખ ચોરસ મીટરમાં સૌથી મોટો ગ્લોબલ ટે્રડ શૉ યોજાવવા જઈ રહ્યો છે. ટે્રડ શૉમાં વિઝિટિગ તરીકે 100 દેશ અને 33 પાર્ટનર દેશો ભાગ લેશે. ટે્રડ શૉમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ હશે. 10 -11 જાન્યુ. બિઝનેસ અને 12-13મીએ જનતા માટે ખુલ્લું રહેશે. ટે્રડ શૉમાં એગ્રો એન્ડ ફૂડ, ઓટોમોબાઈલ, સિરામિક્સનું પ્રદર્શન પણ યોજાશે. આ સિવાય કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્મા.નું પણ પ્રદર્શન હશે.