આપણું ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૪: મુખ્ય પ્રધાન જાપાન પહોંચ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ૨૦૨૪માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું જાપાનનાં ઉદ્યોગગૃહો અને રાજકીય મહાનુભાવોને આમંત્રણ આપવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક હાઈ લેવલ પ્રતિનિધીમંડળ સાથે રવિવારે જાપાન પહોંચ્યાં હતા.

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને તેની મુલાકાતનો પ્રારંભ યામાનાશી ગવર્નર કોટારો નાગાસાકી સાથેની બેઠકથી કર્યો હતો. યામાનાશી હાઈડ્રોજન કંપનીની મુલાકાત મુખ્ય પ્રધાન અને ડેલિગેશને યામાનાશી ગવર્નર સાથે લઈને ગ્રીન હાઈડ્રોજન સેકટરમાં પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ અંગે વિચાર વિમર્શ કર્યો હતો. તેમજ આ પ્લાન્ટનું નિરીક્ષણ કરીને વિશેષતાઓ જાણી હતી. યામાનાશી હાઈડ્રોજન કંપનીના ગ્રીન હાઈડ્રોજનના સપ્લાય, સેલિંગ અને સર્વિસિંગ પ્રક્રિયાનું ડેમોન્સ્ટ્રેશન પણ તેમણે નિહાળ્યું હતું.યામાનાશી હાઈડ્રોજન કંપની આ ડેમોન્સ્ટ્રેશન સહિત ગ્રીન હાઈડ્રોજનમાં અન્ય ઈનિશિયેટિવ્ઝથી આગામી વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઉત્સુક છે, તેમ તેમણે જણાવ્યું હતું. યામાનાશી ગવર્નરએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલીગેશનનો આવકાર કરતા આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વધુ સુદ્રઢ બનાવશે તેવી અપેક્ષા દર્શાવી હતી. તેમણે જાપાન ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જે નવા અભિગમો અપનાવી રહ્યું છે તેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન ડેલિગેશન સમક્ષ કર્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન, નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન, ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઇમિશનના લક્ષ્યાંક, જેવી જે પહેલો થઈ છે તેની વિગતો આપી હતી. ગુજરાત પણ ગ્રીન ક્લીન એનર્જીના લક્ષ્યાંકોને પાર પાડવા વડા પ્રધાનના દિશાદર્શનમાં આગળ વધી રહ્યું છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. ખાસ કરીને ૨૦૩૦ સુધીમાં દેશમાં રીન્યુએબલ એનર્જી સોર્સમાંથી ૫૦૦ ગીગા વોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના વડા પ્રધાનના નિર્ધારમાં પણ ગુજરાત અગ્રીમ યોગદાન આપે તેવા રાજ્ય સરકારના ઈનિશિયેટિવ્ઝ મુખ્ય પ્રધાને વર્ણવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયો ૧૦૦ ગીગા વોટ સુધી લઈ જવાના લક્ષ્યાંકની અને ગુજરાત ન્યૂ રીન્યુએબલ પોલિસીની જાણકારી આપી હતી.

મુખ્ય પ્રધાને રીન્યુબલ એનર્જી સેક્ટર તથા ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જાપાન ગુજરાતના સંબંધોને નવી તકો આપવા, નવા રોકાણો માટે વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં જોડાવા પણ યામાનાશી ગવર્નરને આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારના વડપણમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો આ મુલાકાતમાં જોડાયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો