આપણું ગુજરાત

વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪માં આવનારા મહેમાનોની સુવિધામાં કોઇ કચાસ નહીં રહે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડી આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ને માત્ર ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ ઇવેન્ટને સફળ બનાવવા રાજ્યમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે, અને ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વાઈબ્રન્ટમાં આવતા ડેલીગેટ્સ ગુજરાતના માનવંતા મહેમાનો છે. તેઓ આ ત્રણ દિવસમાં ‘અતિથિ દેવો ભવ:’ની પરંપરાથી પરિચિત થાય અને ગુજરાતને જાણી અને માણી શકે તે પ્રકારનો અનુભવ પૂરો પાડવામાં આવશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરની અધ્યક્ષતામાં લાયઝન ઓફિસરોનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સૌ લાયઝન ઓફિસરોને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવે એક આદર્શ લાયઝન ઓફિસર કેવો હોય તેના વિશે પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની અકોમોડેશન, ટ્રાન્સપોર્ટ અને પ્રોટોકોલ કમિટીના હેડ તેમજ ગુજરાત સરકારના પ્રવાસન સચિવ હારિત શુક્લા દ્વારા પ્રેઝેન્ટેશન મારફત લાયઝન ઓફિસરોને ડેલીગેટ્સના રહેવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા અને પ્રોટોકોલ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ વેન્યુ કમિટીના હેડ દ્વારા મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેના વેન્યુ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એટલું જ નહિ, લાયઝન ઓફિસરોને પાર્કિંગ એરિયા અને ટ્રાન્સપોર્ટેશન રૂટ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

ડેલીગેટ્સ સરળતાથી ઈમિગ્રેશન પૂરું કરી શકે, સરળતાથી વાહન મળી રહે તે માટે એરપોર્ટ કમિટીના હેડ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા પણ લાયઝન ઓફિસરોને આયોજનની વિગતો આપવામાં આવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની આ સંપૂર્ણ વ્યવસ્થા અંગેની માહિતી લાયઝન ઓફિસરો સરળતાથી મેળવી શકે તે માટે એક મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશનનો પણ લાયઝન ઓફિસરોને ડેમો આપવામાં આવ્યો હતો.

લાયઝન ઓફિસરોના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ પી. સ્વરૂપ, ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માન્ઝુ, ટેક્નિલ શિક્ષણ કમિશનર બંછાનિધી પાની સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?