આપણું ગુજરાત

Vibrant Gujaratની તૈયારીઓ અંતિમ તબક્કામાં: હોટલોનું લાખો રૂપિયા ભાડું, ગાંધીનગરમાં આ રસ્તા રહેશે બંધ

અમદાવાદ: vibrant gujarat માટેની તૈયારીઓ હવે રાજ્યમાં અંતિમ તબક્કામાં પહોંચી છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં યોજાનાર સમિટ માટે ગાંધીનગર તથા અમદાવાદની હોટલોના ભાડા પણ આસમાનને આંબી રહ્યા છે. ફાઇવસ્ટાર, થ્રીસ્ટાર હોટલોમાં એક દિવસનું ભાડું રૂપિયા 20 હજારથી 1.50 લાખ સુધી પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના 3-4 વર્ષ બાદ આ સમિટ યોજાઇ રહી છે, ત્યારે દેશવિદેશમાંથી લાખો લોકો ગુજરાતના અતિથી બનવાના છે. 3 દિવસ સુધી ચાલનારી સમિટમાં ભાગ લેવા માટે અંદાજે 70 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અનેક ફાઇવસ્ટાર હોટલોમાં સરકાર દ્વારા પણ બુકિંગ કરાવવામાં આવ્યું છે જે સોલ્ડ આઉટ થઇ ગયું છે. અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં આવેલી એક ફાઇવસ્ટાર હોટેલમાં 9થી 12 જાન્યુઆરી દરમિયાન રૂપિયા 1.38 લાખનું એક દિવસનું ભાડું છે. જેમાં રૂપિયા 25,413નો ટેક્સ અલગથી ચૂકવવો પડે છે. સિંધુભવન સિવાય એરપોર્ટ, વૈષ્ણોદેવી, વસ્ત્રાપુર-સેટેલાઇટમાં આવેલી હોટલોના ભાડા ઓછામાં ઓછા 30 હજારથી 50 હજારની રેન્જમાં અને તે પછી સુવિધાઓ મુજબ 1 લાખ સુધી જાય છે.


આ ઉપરાંત ગુજરાતમાં એનઆરઆઇ સિઝન પણ જામી છે. લગ્નસરામાં પરદેશથી વતન આવતા એનઆરઆઇ લોકો માટે પણ હોટલોમાં રૂમ બુક થઇ ગયેલા છે, લગ્નની સિઝન ફેબ્રુઆરી સુધી ચાલવાની હોવાથી હોટલ ઇન્ડસ્ટ્રી માટે આ સારો સમય ચાલી રહ્યો છે.


બીજી તરફ ગાંધીનગરમાં અનેક મહત્વના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આ માટે ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યા મુજબ ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી જીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડનો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા