વાયબ્રન્ટ ગુજરાતઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે ઉદ્યોગપતિઓ સાથે બેઠકો
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે મુખ્ય પ્રધાન વન ટુ વન બેઠકો કરી રહ્યા છે. આજે તેઓ મુંબઈની મુલાકાતે છે.
પટેલે ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન શ્રી નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી નટરાજને પાવર, ઓટોમોબાઈલ, કેમિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં પ્રેઝન્સ સાથે ટાટા ગ્રુપ ગુજરાતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. સાણંદ ફેસેલિટીમાં ફ્લેક્સિબલ એસેમ્બલી લાઇન છે અને તે EV મોડલ સહિત ટિગોર અને ટિયાગો જેવા પેસેન્જર વાહનોના વિવિધ મોડલનું ઉત્પાદન તેઓ કરે છે તેની વિગતો જણાવી હતી.
નટરાજને ગુજરાતમાં રોકાણો અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, ટાટા ગ્રૂપે સાણંદમાં રૂપિયા ૧૩,૦૦૦ કરોડના ખર્ચે EV બેટરી પ્લાન્ટનું નિર્માણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ગ્રૂપની પેટાકંપની Tata Agaratas Energy Storage Solutions Pvt Ltd.એ લિથિયમ-આયન કોષોના ઉત્પાદન માટે ગીગા-ફેક્ટરી સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
ભૂપેન્દ્ર પટેલ સાથે વાયબ્રન્ટ સમિટની પૂર્વાર્ધ બેઠક કડીમાં મુંબઈ ખાતે કોટક મહિન્દ્રા બેંક એમડી અને સીઈઓ શ્રી દિપક ગુપ્તા સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન ગુપ્તાએ કોટક મહિન્દ્રા બેંકે ગિફ્ટ સિટીમાં શરૂ કરેલા તેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર સ્થાપના બેંકિંગ યુનિટ (IBU)ની વિગતો આપી હતી.
સરકારના “૭૫ જિલ્લાઓમાં ૭૫ ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBUs)” પહેલ સાથે ભાગીદારી કરીને કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે ગુજરાતમાં સુરત અને મહેસાણા ખાતે બે ડિજિટલ બેંકિંગ એકમો શરૂ કર્યા છે તેમજ CSR હેઠળ બેંકે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ (SFT) સાથે મળીને કુશલતા કા નિર્માણ – ગુજરાતમાં કૌશલ્ય વિકાસ માટે CSR પ્રોજેક્ટ શરૂ કર્યો હોવાની વિગતો આપી હતી.
મુખ્ય પ્રધાને અમદાવાદમાં આગામી ડિસેમ્બરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં અને ૧૦મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાનારી મુખ્ય સમિટ ઇવેન્ટ માં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ ક્ષમતાઓ ધરાવતું ૮૦ વર્ષથી વધુ જૂનું ઉદ્યોગ જૂથ છે. L&T કન્સ્ટ્રક્શન્સ દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR)ના અમુક વિભાગોને એક્ઝિક્યુટ કરી રહ્યું છે.
કંપનીએ સુરતના હજીરામાં K9 વજ્ર ટેન્કનું નિર્માણ કર્યુ છે. આ ઉપરાંત હઝીરા ખાતે આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઈસીસ પ્રોસેસ આધારિત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કર્યું છે અને આ માટે 1000 કરોડ નું રોકાણ કર્યું છે તેની ભૂમિકા આપી હતી.
તેઓ તેમના મોટા ભાગ ના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં જ રોકાણ ને પ્રથમ પસંદગી આપે છે તેમ જણાવ્યું હતું
તેમણે ગુજરાતમાં આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી. તેમાં L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સના મિલકતોના રિટેલ પોર્ટફોલિયોમાં વિસ્તારની યોજના અંગે માહિતી આપી હતી.
તેમજ ગત વર્ષ, L&T એ રૂપિયા ૭ હજાર કરોડના રોકાણથી વડોદરામાં IT અને IT- સક્ષમ સેવાઓ (ITeS) પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેની પણ વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ L&T ૨૦૦૫થી વાઇબ્રન્ટ સમિટમાં સક્રિય ભાગીદાર રહ્યું છે એમ જણાવી આગામી ૨૦૨૪માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
good news