આપણું ગુજરાત

VGRCમાં રૂપિયા 5.78 લાખ કરોડના 5492 એમ.ઓ.યુ. થયા, સૌરાષ્ટ્ર-કચ્છ દેશનું ગ્રોથ એન્જિન બનશે

ગાંધીનગર: રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય “વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ –કચ્છ અને સૌરાષ્ટ્ર”નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂપિયા5.78 લાખ કરોડના રોકાણના 5492 સમજૂતિ કરાર થયા હોવાની જાહેરાત કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી.

વર્ષ 2003માં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી

મારવાડી યુનિ. ખાતે સમાપન સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન આપતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છને વિકસિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 માં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી ત્યારે તેમને અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમના અડગ વિશ્વાસ અને વિઝનને કારણે આજે ગુજરાત અને ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. મંત્રીએ ગૌરવ સાથે ઉમેર્યું હતું કે, વિશ્વભરના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો જેમને મળવા આતુર હોય છે, તેવા આપણા વડાપ્રધાનની આ રિજનલ કોન્ફરન્સમાં ઉપસ્થિતિ દર્શાવે છે કે તેમના માટે સૌરાષ્ટ્ર અને કચ્છનો વિકાસ કેટલો મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: VGRC રાજકોટમાં 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે, 1500 થી વધુ એમઓયુની શક્યતા

5.78 લાખ કરોડના 5492 એમ.ઓ.યુ. સંપન્ન

મંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાતના ઐતિહાસિક પ્રવાસ અને સફળતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2003માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન માત્ર રૂ. 66 હજાર કરોડના 80 એમ.ઓ.યુ. થયા હતા, તેની સામે આજે રાજકોટના આંગણે યોજાયેલી આ રિજનલ કોન્ફરન્સમાં જ રૂ. 5.78 લાખ કરોડના 5492 એમ.ઓ.યુ. સંપન્ન થયા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ તેના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવશે

કોન્ફરન્સ દરમિયાન વિવિધ સેક્ટરોમાં થયેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ ઉદ્યોગો માટે માર્ગદર્શક સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ વધુમાં વધુ ઔદ્યોગિક એકમો અને નાગરિકોને આગામી તારીખ 15 જાન્યુઆરી સુધી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તેના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવશે.

આ પણ વાંચો: ગુજરાત બનશે ડિફેન્સ હબ, નવી એરોસ્પેસ-ડિફેન્સ પોલિસીની VGRCમાં થઈ શકે છે જાહેરાત

આ તકે રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ” સૌરાષ્ટ્ર કચ્છની ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરનાર મોટું પ્લેટફોર્મ બની છે. વિવિધ ઐતિહાસિક કિસ્સાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોની નસેનસમાં ઉદ્યોગ સાહસિકતા ભરેલી છે. સૌરાષ્ટ્રના નાવિકો એક સમયે દુનિયાના દરિયા પર રાજ કરતા હતા. મંત્રીએ સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રની ઔદ્યોગિક વિશેષતાઓનો પરિચય આપતા કહ્યું હતું કે, રાજ્યના દરેક વિસ્તારમાં કોઈને કોઈ કૌશલ્ય ભરેલું છે અને તેમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે.

4000 ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિ એ ઐતિહાસિક ઉપલબ્ધિ

આ તકે ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપે પ્રેઝન્ટેશના માધ્યમથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળ યાત્રાની તલસ્પર્શી વિગતો રજૂ કરી હતી.મારવાડી યુનિવર્સિટીના સ્થાપક કેતન મારવાડીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સે સાબિત કર્યું છે કે ભારત આજે વિશ્વમંચ ઉપર નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કોન્ફરન્સમાં 24 દેશના પ્રતિનિધિઓ અને 4000 ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિએ ઐતિહાસિક ઉપલબ્ધિ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button