આપણું ગુજરાત

ગુજરાતમાં VGGS- 2024 અંતગર્ત આટલા કરોડના એમઓયુ સાઈન થયા

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 -VGGS 2024ના ભાગરૂપે દર સપ્તાહે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે એમઓયુ કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં રાજ્યકક્ષાએ 11 તબક્કામાં કુલ રૂ. 25,945 કરોડથી વધુના 47 એમઓયુ સંપન્ન થયા છે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી. આ રોકાણની મદદથી રાજ્યમાં અંદાજે 69 હજારથી વધુ યુવાનોને રોજગારી મળશે તેમ પણ આજે ગાંધીનગર ખાતે પ્રવકતા પ્રધાન ઋષિકેશભાઈ પટેલે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું.

પ્રવક્તા પ્રધાનના જણાવ્યા અનુસાર ગ્લોબલ સમિટને સફળ બનાવવાના ભાગરૂપે તા. 23 નવેમ્બર 2023ના રોજ સુરતમાં SGCCI ખાતે ‘5 ફિએસ્ટા’ વિષયક ‘ટેકસટાઇલ સમિટ’ તેમજ તા. 30 નવેમ્બર -2023ના દિવસે અમદાવાદમાં ‘એક્સપોર્ટર કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય સમિટ અંતર્ગત ચાર કેબિનેટ પ્રધાનોની ઉપસ્થિતિમાં ચાલુ નવેમ્બર માસમાં, લખનઉ, બેંગ્લોર અને ગુવાહાટીમાં રાષ્ટ્રીય રોડ શો યોજવામાં આવશે. જ્યારે ઓક્ટોબરમાં દિલ્હી, મુંબઈ અને ચંદીગઢમાં રોડ શો પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ સાથે હાલમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં ઓક્ટોબર- નવેમ્બર માસમાં જર્મની, ઇટાલી, ડેનમાર્ક, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સાઉથ કોરિયા અને વિયતનામમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે સફળ રીતે આંતરરાષ્ટ્રીય રોડ શો યોજવામાં આવી રહ્યા છે. આ સિવાય ઓક્ટોબર માસમાં જાપાન, સિંગાપોર અને ફ્રાન્સ ખાતે આંતરરાષ્ટ્રીય રોડ શો પૂર્ણ કરવામાં આવ્યા છે જેને વૈશ્વિક કક્ષાએ અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker