Gujarat Tourism : ગીર બાદ વેળાવદર નેશનલ પાર્કમાં પણ તારીખથી કાળિયારોનું વેકેશન….
ભાવનગર: ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં કૃષ્ણમૃગ અર્થાત કાળિયાર માટે આવેલુ એકમાત્ર નૈસર્ગિક નિવાસસ્થાન એવું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ હાલ વર્ષાઋતુમાં કાળિયારનો સંવનન કાળ હોય જેને લઈને આગામી 4 મહિના માટે બંધ રાખવામાં આવશે.
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વેકેશનને લઈને મદદનિશ સંરક્ષકે મહિતી આપી હતી. વર્ષાઋતુનો ગાળો એ મોટાભાગના પ્રાણીઓમાં સંવનનનો કાળ હોય છે અને આ દરમિયાન તેમને કોઈપણ જાતની ખલેલ કે અડચણ ન પહોંચે તે હેતુથી બીજા રાષ્ટ્રીય ઉદ્યાનોની જે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ તારીખ 16 જૂન 2024થી લઈને 15 ઓકટોબર સુધી બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો : Tourism: આ તારીખથી સિંહો જશે વેકેશન પર, સાસણ ગીર બંધ
ભાવનગર જિલ્લાના વેળાવદર ખાતે આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ વિશ્વભરનું એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં કાળિયાર એટલે કે કૃષ્ણ મૃગની સૌથી મોટી વસ્તી વિચરણ કરતી જોવા મળે છે. જો આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર, ભારતીય વરુ, ખડમોર (લેસર ફલોરીગ્ન) અને પટ્ટાઈ જેવા વિલુપ્ત થવાની કગાર પર પહોંચી ગયેલા પ્રાણીઓ જોવા મળે છે. આમ આ પરિસરતંત્ર વિલુપ્તિનું જોખમ છે તેવી વન્ય પ્રાણી સંપદાનું સંરક્ષણ અને જતન કરે છે.
તો હવે ગુજરાતનો પ્રવાસ કરવાનું વિચારતા હોય તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. હાલ સિંહોનું એકમાત્ર ઘર એવો ગીર નેશનલ પાર્ક અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આગામી 16મી જૂનથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ દરમિયાન દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે.