આપણું ગુજરાત

મંદીની અસર! આ વર્ષના પહેલા ત્રણ મહિના દરમિયાન ગુજરાતમાં વાહનોનું વેચાણ ઘટ્યું

અમદાવાદઃ શેરબજારમાં સળંગ પાંચ મહિનાની મંદીનો આફટરશોક ઓટોમોબાઈલ સેક્ટરને લાગ્યો હોય તેમ ગુજરાતમાં વાહનોના વેચાણમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં કારના વેચાણમાં 22.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.ઓટોમોબાઈલ્સ ક્ષેત્રનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ સૌથી વધુ 29.4 ટકા ઘટયુ હતું. આ મહિનામાં માત્ર 20,429 કારનું વેચાણ થયુ હતું. જાન્યુઆરીમાં 21.1 ટકા તથા માર્ચમાં 15.9 ટકાનો ઘટાડો થયો હતો.

કેન્દ્રીય પરિવહન મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ગત નાણાં વર્ષમાં કારનું વેચાણ 10.4 ટકા ઘટીને કુલ 3.47 લાખ યુનિટ નોંધાયુ હતું 2023-24 ના નાણાકીય વર્ષમાં તે 3.72 લાખ યુનિટનું હતું.

આ પણ વાંચો: Gujarat માં ચાલુ વર્ષે વાહનોના કુલ વેચાણમાં 8.44 ટકાનો ઘટાડો

જાન્યુઆરીમાં ટુ વ્હીલરનું વેચાણ 6 ટકા વધ્યુ હતું. માર્ચમાં માત્ર એક ટકાનો વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં વેચાણ પાંચ ટકા ઘટયુ હતું. ચોથા ત્રિમાસીક ગાળામાં વાહનોનાં વેચાણમાં ઘટાડાથી વાર્ષિક આંકડાઓમાં અસર વર્તાઈ હતી.

નિષ્ણાંતોના મત પ્રમાણે શેરબજારમાં મંદી તથા મોંઘા વિમા પ્રિમીયમ જેવા કારણોથી વાહનોના વેચાણ પર અસર નોંધાઈ હતી. મીડીયમ અને પ્રિમીયમ રેન્જમાં વધુ અસર થઇ હતી.

એસોસીએશનના સુત્રોએ કહ્યું હતું કે, વાહનોમાં ભાવ વધારો ઉપરાંત મોંઘવારી તથા લીકવીડીટી ક્રાઈસીસને કારને ગ્રાહકોનું માનસ સાવચેતીનું હતું. આ ઉપરાંત શેરબજારની મંદી-ઉથલપાથલને કારણે અન્ય ક્ષેત્રોની મોટી ખરીદી પ્રભાવીત થઈ છે. ગત વર્ષે વેચાણ ધરખમ હતું એટલે તેની સરખામણીમાં આ વર્ષે નબળુ લાગે તે સ્વાભાવિક છે. કાર લોનમાં ઉંચા વ્યાજદર તથા સરેરાશ મોંઘવારીની પણ અસર પડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button