Gujarat માં વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67.13 ટકા મતદાન
Vav By Election: વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતું. વાવમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કુલ 10 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67.13 ટકા જેટલું મતદાન થયું છે. મતદાને અડધા કલાકથી પણ ઓછો સમય બાકી છે ત્યારે ઘણા મતદાન મથક પર લાંબી લાઇન જોવા મળી રહી છે. વાવના ભાચલી ગામે 1600 જેટલા કુલ મતદારોની સામે 900થી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23મી નવેમ્બરના રોજ જાહેર થશે.
આદર્શ મતદાન મથકની જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લીધી
વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વાવ પ્રાથમિક શાળા ખાતે બુથ નંબર 7ને આદર્શ મતદાન મથક તરીકે ઉભું કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
આ પન્ન વાંચો : Vav Election: ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી માટે મતદાન શરુ, રસાકસીભરી ભર્યો ત્રિપાંખીયો જંગ
વાવમાં કેમ યોજાઈ પેટા ચૂંટણી
વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર વિધાન સભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમણે વાવના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ આબરૂના પ્રતિક સમી બની ગઈ છે.
વાવ ખાતે આજે સાંસદ શ્રીમતી @GenibenThakor જી એ મતદાન કર્યું. pic.twitter.com/SWRhkOQ55y
— Gujarat Congress (@INCGujarat) November 13, 2024
ભાભરના અબાસણા ગામે ગેનીબેન ઠાકોર મતદાન કર્યા બાદ કહ્યું હતું કે બનાસકાંઠાના મતદારોએ કોંગ્રેસને મત આપ્યા છે. લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથે છે. અમારો વિજય નિશ્ચિત છે.
ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષમાંથી ચૂંટી લડી રહેલા માવજી પટેલે પાટીલનો પાવર ઉતારવાનો છે તેવું નિવેદન કરીને ગુજરાતના રાજકારણમાં સનસનાટી મચાવી હતી. જે બાદ માવજી પટેલ સહિત પાંચને સસ્પેન્ડ કરરવામાં આવ્યા હતા.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો હતો. જાહેર સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, તમે જે મને પાઘડી પહેરાવી છે, તે પાઘડીની લાજ તમે રાખશો. 13 તારીખે મતદાન છે, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે, આ ચૂંટણી હું નથી લડતો. આ ચૂંટણી સમાજ લડશે. આ ચૂંટણી સમાજના વિકાસ માટે સમાજે ઉપાડવાની છે. આ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે પોતાની પાઘડી ઉતારી દીધી હતી. પાઘડી ઉતારી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, હું પાઘડી ઉતારીને વિનંતી કરૂ છું કે, આ પાઘડીની લાજ તમારે રાખવાની છે.