Vav By Polls: વાવ પેટા ચૂંટણીમાં 2022ની સરખામણીએ આ વર્ષે કેટલું ઓછું મતદાન થયું?
Vav Assembly By Polls: ગુજરાતની વાવ પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ચૂંટણી પંચના આંકડા મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં વાવમાં 68.1 ટકા મતદાન થયું અંદાજ છે. ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 75.02 ટકા મતદાન થયું હતું. આમ 2022ની સરખામણીએ 7 ટકા ઓછું મતદાન થયું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના 2022ના પરિણામ
ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોઈ એક પાર્ટીને પ્રથમ વખત આટલી સીટ મળી હતી. કોંગ્રેસને 17 બેઠક મળી હતી, જ્યારે રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 બેઠક મળી હતી.
વાવમાં કેમ યોજાઈ પેટા ચૂંટણી
વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર વિધાન સભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમણે વાવના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ આબરૂના પ્રતિક સમી બની ગઈ છે. ભાભરના અબાસણા ગામે ગેનીબેન ઠાકોર મતદાન કર્યા બાદ કહ્યું હતું કે બનાસકાંઠાના મતદારોએ કોંગ્રેસને મત આપ્યા છે. લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથે છે. અમારો વિજય નિશ્ચિત છે.
આ પણ વાંચો : વાવ પેટા ચૂંટણીઃ ભાજપે માવજી પટેલ સહિત પાંચને કર્યા સસ્પેન્ડ, ગેનીબેન ઠોકોરે કહી આ વાત