આપણું ગુજરાતબનાસકાંઠા

વાવ વિધાનસભા બેઠક પેટાચૂંટણી, ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં (Vaav assembly seat by election) બરાબરનો રાજકીય ખેલ જામ્યો છે. કારણ કે આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત(Gulabsinh Rajput)ને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોર(Swaroopji Thakor)ની પસંદગી કરી છે.

ઉપરાંત થરાદ-વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષમાં ફોર્મ ભર્યું હતુ. ત્યારે આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 30મી ઓક્ટોબરે છે.

મળતી માહિતી મુજબ આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જેમાં વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી આજે કરવામાં આવશે.

Also Read – PM Modi અને સ્પેનના PM આજે ગુજરાતમાં: Modi ગુજરાતને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ

વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ કુલ 27 ફોર્મ ભર્યા છે. જેની ચકાસણી આજે કરવામાં આવશે. ત્યારે આ તમામ ફોર્મની ચકાસણી દરમિયાન કેટલા ફોર્મ રહેશે અથવા કેટલા ફોર્મ રદ થશે તે જાણવા મળશે. ભાજપમાં સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપુત અને ભાજપ અને કોંગ્રેસમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ફોર્મ ભર્યા છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker