આપણું ગુજરાત

રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે વશરામભાઈ સાગઠીયા ની નિયુક્તિ

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિહજી ગોહિલના આદેશથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તાજેતરમાં આંતરિક લોકશાહી ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે તેના અધ્યક્ષ બાલુભાઈ પટેલ, અમીબેન યાજ્ઞિક ની ટીમ બનાવેલ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકશાહી ઢબે મતદાન કરવાનો અધિકાર આપેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાં બરોડા જામનગર રાજકોટ ભાવનગર બધા પ્રતિનિધિઓને બોલાવી બેલેટ પેપર આપેલ હતું મતદાન પત્રક બનાવી જે ઉમેદવારને વધુ મત મળે તે ઉમેદવાર ને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તિ કરાશે

લોકશાહી ઢબે ચૂંટણી પંચમાં મતદાન થતા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર અને મહાનગરપાલિકામાં અગાઉ વિરોધ પક્ષના નેતા તરીકે રહી ચૂકેલા અનુભવી અને અભ્યાસુ એવા વશરામભાઈ આલાભાઇ સાગઠીયા ને પુન: આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને નજર સમક્ષ રાખી સંગઠનને મજબૂત બનાવવા અને રાજકોટ મહાનગરપાલિકામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને નાથવા અને રાજકોટ મહાનગરપાલિકામાં મામકાવાદની ભરતીની પ્રક્રિયાઓ પર બ્રેક લગાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આજરોજ મતદાન થતાં ચૂંટાયેલા ચાર સભ્યોમાંથી ત્રણ મત મળતા વશરામભાઈ નિયુક્તિ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં Chandipura Virus બેકાબૂ, શંકાસ્પદ 101 કેસ 38 લોકોના મોત

 અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં બે વખત વિરોધ પક્ષના નેતા તરીકે સબળ કામગીરી કરી ભાજપને છેલ્લા જનરલ બોર્ડમાં ધોળે દિવસે તારા દેખાડનાર બધા પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો વશરામભાઈ ને કોર્પોરેટર પદે પણ ચાલુ ન રહે તે માટે શહેરી વિકાસ મંત્રી અને ગુજરાત સરકારમાં રજૂઆતો કરી હતી પરંતુ નેતા વશરામભાઈ દ્વારા આ અંગે હાઇકોર્ટમાં પડકાર કરતા રાજકોટ મહાનગરપાલિકાને લપડાક મળી હતી અને હાઇકોર્ટે શહેરી વિકાસ સચિવને આદેશ કરતા કોર્પોરેટર પદે વશરામભાઈની પુનઃ નિયુક્તિ કરવામાં આવી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button