આપણું ગુજરાત

Vapiમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનો પ્રયાસ

વાપી: વલસાડ જિલ્લાના વાપીમાં ગત રાત્રીએ એક મોટી રેલ દુર્ઘટના સર્જાતાં ટળી હતી. કોઇ ટીખળખોરે રેલવે પાટા પર સિમેન્ટ પોલ મૂકીને રેલવેને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ અંગે સમયસર રેલવે વિભાગને જાણ થઈ જતાં અધિકારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આથી કોઇ ટ્રેન પસાર થાય તે પહેલા જ સિમેન્ટના પોલને પાટા પરથી દૂર કરી દેવામાં આવ્યો હતો. જો તંત્રની સમયસૂચકતાએ એક મોટી દુર્ઘટનાને ટાળી દીધી હતી.

જો કે ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા તાબડતોબ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તાત્કાલિક આ પોલને હટાવવામાં આવ્યો હતો અને આ મામલે ખૂબ જ ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ મુંબઈથી ડિવિજનલ રેલવે મેનેજર નીરજ વર્મા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હવે આ બાબતની તપાસમાં સ્થાનક પોલીસનો પણ સહકાર લેવામાં આવશે. વારંવાર બનતી આવી ગંભીર બાબતોને લઈને રેલવે વિભાગ દ્વારા પન ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : વરસાદને વાપી-વલસાડ પર જ વ્હાલ, વાપીમાં ચાર કલાકમાં બે ઈંચ

આજ વહેલી સવારે વાપીમાં આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રેલવે વિભાગનું તંત્ર દોડતું થઈ ગયું હતું. વહેલી સવારે રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હવે આ પોલ અહી કોણે મૂક્યો ? અને કયા હેતુ સાથે મૂક્યો તે તમામ તપાસ રેલવે પોલીસની ટીમ સહિત અન્ય તપાસ એજન્સી કરી રહી છે. જો કે આ બાબતની તપાસમાં સ્થાનિક પોલીસનો પન સહકાર લેવામાં આવશે. જો કે આવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે અને તેમાં પન રેલવે વિભાગની સમયસૂચકતાને લીધે મોટી દુર્ઘટનાને સર્જવાના તમામ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button