આપણું ગુજરાત

Uttarayan: વલસાડમાં પતંગ ચગાવતા બાળક ધાબા પરથી પટકાતા મોત

વલસાડ:વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા શેખ પરિવાર માટે ઉતરાણની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. ખાટકીવાડ વિસ્તારમાં આવેલા ખુશ્બુ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી પટકાતા છ વર્ષના બાળકનું મોત થયું હતું. બાળકનું નામ પરવેઝ શેખ હોવાનું જાણવા મળ્યું છે. દીકરાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. વલસાડનો આ કિસ્સો માબાપ માટે ચેતવણીરૂપ કિસ્સો છે.

પતંગ ચગાવતી વખતે છ વર્ષીય પરવેઝ ધાબા પરથી નીચે પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને ગંભીર હાલતમાં સારવાર માટે વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ આઇસીયુ વોર્ડમાં દાખલ કરવાની ફરજ પડી હતી, જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત થયું હતું.


પરવેઝ અપાર્ટમેન્ટના ટેરેસ પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે કોઈ રીતે તે નીચે પટકાયો હતો, જેના કારણે લોકો એકઠા થઇ ગયા જતા અને તેને તુરંત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં જ સુરતમાં પતંગની દોરીના કારણે ગળું ચીરાઈ જવાથી મોપેડ પર જતી યુવતીનું મોત નીપજ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button