વલસાડની દુકાનમાં બ્લાસ્ટ: એકનું મોત
અન્ય 12 દુકાનમાં આગ ફેલાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડમાં શોપિંગ સેન્ટરમાં જ્વલનશીલ કેમિકલની દૂકાનમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં પાંચ લોકો દાઝી ગયા હતા. જેમાંથી એકનું મોત થયું હતું. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારાવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના અતુલ નજીક આવેલી એક સુગર ફેક્ટરીની સામે આવેલા કોમ્પલેક્ષ ની એક દુકાનમાં કેમિકલ મૂકવામાં આવ્યું હતું. જેમાં અચાનક બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી ફાટી નીકળી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય 12 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા પાંચ જેટલા દાઝી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિ બળી જતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જ્યારે ચાર લોકોને ગંભીરઈજા પહોંચતા સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં તેમજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ વલસાડ ફાયર વિભાગની ટીમ અને અતુલ ફાયરની ચાર જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.