આપણું ગુજરાત

ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત! વલસાડના અંતરિયાળ વિસ્તારની શાળામાં મેલીવિદ્યા-તાંત્રિકવિધિના આક્ષેપો

વલસાડ: કેટલાક મીડિયા અહેવાલો મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક ગામડાની શાળામાં મેલીવિદ્યાનો પ્રયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

નગડધરી ગામના કેટલાક સ્થાનિકોએ શાળાની જમીન દાનમાં આપનાર પરિવાર દ્વારા શાળા પરિસરમાં ભૂવો બોલાવીને મેલી વિદ્યા કરવામાં આવતી હોવાનું, તેમજ મરઘા, બકરાની બલી ચઢાવવામાં આવી હોવાના આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. પરિવારે શાળામાં રસોઇયાની ફરજ બજાવતા ગંજુભાઇ નામના વ્યક્તિ દ્વારા 12 મરઘા અને એક બકરાની બલિ ચઢાવવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે સમગ્ર મામલે હજુસુધી કોઇ કાર્યવાહી થઇ નથી.

આ નગરધરી પ્રાથમિક શાળામાં 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સિવાય ત્યાં હોસ્ટેલમાં પણ 50થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ રહે છે. આમ વિદ્યાર્થીઓની હાજરીમાં જ શાળા પરિસરમાં આ પ્રકારની તાંત્રિક વિધિ થતાં ગામના લોકો રોષે ભરાયા હતા. અત્યારે આધુનિક યુગમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાનો સહારો લઇ મેલી વિદ્યા અને બલિ જેવી પ્રથામાં માનતા હોય છે. હાલ આ મુદ્દો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button