વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીના રેપ-હત્યાનો કિસ્સોઃ આરોપી નીકળ્યો સિરિયલ કિલર
વલસાડ: વલસાડ જિલ્લામાં 19 વર્ષની વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે અગિયાર દિવસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી ગુજરાત સહિત અન્ય ચાર રાજ્યમાં હત્યા અને બળાત્કારની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. આરોપીની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે બળાત્કાર બાદ પોલીસની પકડથી બચવા માટે ટ્રેનમાં હત્યા કરતો હતો.
વલસાડમાં કરી હતી હત્યા
14 નવેમ્બરે વલસાડ જિલ્લાના પારડી તાલુકા સ્થિત મોતીવાલા રેલવે ફાટક પાસે એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. બી.કોમના સેકન્ડ વર્ષની વિદ્યાર્થિની ટ્યૂશનથી ઘરે પરત આવી રહી હતી ત્યારે અચાનક ગુમ થઈ હતી. બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ અને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ હતી. આ કેસમાં પોલીસે 11 દિવસ બાદ આરોપીની ધરપકડ કરી લીધી છે.
આરોપી છે હરિયાણાનો વતની
આ કેસમાં પોલીસે તપાસ કરતા જણાવ્યું હતું કે આરોપી હરિયાણાના રહેવાસી છે, ત્યારબાદ પોલીસે ટીમને હરિયાણા મોકલી હતી. તમામ રેલવે સ્ટેશને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ રેલવે સ્ટેશનોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં વિદ્યાર્થિની પર બળાત્કાર અને હત્યા કર્યાના 10 દિવસમાં તેને બે હત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.
Also read:હનીટ્રેપ પ્રકરણમાં મનીષા ગોસ્વામીનો ફરાર પતિ ઝડપાયો
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આ સિરિયલ કિલરે ગુજરાત ઉપરાંત અન્ય ચાર રાજ્યોમાં બળાત્કાર અને હત્યાની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું છે. 14 નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે સ્ટેશન પાસે રહેતા બીજા વર્ષની કોલેજની વિદ્યાર્થિનીનો મૃતદેહ મોતીવાલા ફાટક પાસે મળી આવ્યો હતો.. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બળાત્કાર બાદ વિદ્યાર્થિનીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસે અલગ-અલગ 10 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.
Also read: મોરબીના માણેકવાડા અને માળીયા ગામેથી બંદૂક અને તમંચા સાથે 2 જણ ઝડપાયા
ટ્રેનમાં કરતો હતો હત્યા
19 નવેમ્બરના રોજ આરોપીએ પશ્ચિમ બંગાળમાં કટિહાર એક્સપ્રેસમાં લૂંટના ઈરાદે 60 વર્ષના એક વ્યક્તિની હત્યા કરી હતી. 24 નવેમ્બરના રોજ આરોપીએ તેલંગણા મેંગલુરુ સ્પેશિયલ ટ્રેનમાં એક મહિલા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા નહીં મળતા તેની હત્યા કરી હતી. આરોપીએ ઓક્ટોબર મહિનામાં પુણે-કન્યાકુમારી ટ્રેનમાં એક મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી હતી. તેણે કહ્યું કે તે પકડાય જાય નહીં તેના માટે મહિલાઓની હત્યા કરતો હતો. આખરે ચાર જણની હત્યા કર્યા બાદ વલસાડ પોલીસે તેને પકડી પાડ્યો હતો.