વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીનો રેપ-હત્યા કેસઃ આરોપીએ તબલા ટીચરને ઉતારી હતી મોતને ઘાટ…

અમદાવાદઃ વલસાડ જિલ્લામાં પારડીની કોલેજ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો તે પહેલાં એક 19 વર્ષની યુવતિ સાથે પણ દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપીએ જેલ અને પોલીસથી બચવા માટે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી. પોલીસે 10 દિવસથી આરોપીને શોધી રહી હતી પરંતુ કોઈ મહત્વની કડી મળતી નહોતી. 11માં દિવસે પોલીસે આરોપીને વાપી રેલવે સ્ટેશનથી ઝડપી લીધો હતો.
35 દિવસમાં જ 5 હત્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભોલુ કર્મવીર ઈશ્વર જાટ ઉર્ફે રાહુલે 20 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધીમાં 5 હત્યા કરી હતી. તેણે પૂર્વ નિર્ધારીત યોજના પ્રમાણે ગુજરાત, બંગાળ, તેલંગણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી ગુનાને અંજામ આપ્યા બાદ સતત લોકેશન બદલતો રહેતો હતો. તેણે કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તેલંગણા અને મહારાષ્ટ્રમાં લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે અનુસાર તે ટ્રેન અને રેલવે સ્ટેશન પર જ ગુનાને અંજામ આપતો હતો. મામલે વલસાડના એસપી કરણરાજ વાઘેલા એ કહ્યં, આરોપીની ધરપકડ અનેક રાજ્યોની પોલીસ અને વ્યાપક સર્ચ ઓપરેશનના કારણે જ શક્ય બની હતી.
આરોપી છે રીઢો ગુનેગાર
આરોપી રાહુલ જાટે તેલંગણાના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર એક મહિલાને લૂંટ્યા બાદ મોતને ઘાટ ઉતારી હતી. ઓક્ટોબરમાં તેણે મહારાષ્ટ્રના સોલાપુર રેલવે સ્ટેશન પર એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ અને હત્યા કરી હતી. 19 નવેમ્બરે તેણે ટ્રેનમાં હાવડા બેલીના રહેવાસી 60 વર્ષીય તબલા ટિચરની હત્યા કરી હતી. જ્યારે કર્ણાટકના મુલ્કી સ્ટેશન પર એક મુસાફરની હત્યા કરી હતી. 2018-19 અને 2024માં રાહુલે રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ટ્રક ચોરી તથા ગેરકાયદે હથિયારની તસ્કરી મામલે જેલ થઈ હતી. તેના પર હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઘણા ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો : વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીના રેપ-હત્યાનો કિસ્સોઃ આરોપી નીકળ્યો સિરિયલ કિલર
મોટાભાગે આ જગ્યાએ ઘટનાને આપતો હતો અંજામ
બદમાશ રાહુલની ધરપકડ માટે પોલીસે 2000થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યો હતો. આ દરમિયાન સીસીટીવી ફેજમાં તેની સ્પષ્ટ તસવીર જોવા મળી હતી. જેને ઓળખવામાં સુરતની લાજપોર જેલના એક અધિકારીએ મદદ કરી હતી. આરોપી એકલા લોકોને લૂંટતો અને મહિલાઓ સાથે દુષ્કર્મ કરતો હતો. તે ટ્રેનમાં દિવ્યાંગ કોચમાં મોટાભાગે ઘટનાને અંજામ આપતો હતો અને રેલવે પ્લેટફોર્મ તથા ટ્રેનમાં જ રહેતો હતો. જેથી તેને પકડવો મુશ્કેલ હતો.