આપણું ગુજરાત

વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા: પોથીયાત્રા યોજાઇ, શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં ૯૦૦ વર્ષ પૂર્વે વિરમગિરિ મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાળીનાથ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું શુક્રવાર ૧૬મી ફેબ્રુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરિબાપુની શિવ મહાપુરાણની પોથીયાત્રા યોજાઈ હતી. આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પોથી યાત્રા બાદ ગિરિ બાપુની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં ૯૦૦ વર્ષ પૂર્વે વિરમગિરિ મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાળીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. વર્ષ ૨૦૧૧માં બળદેવગિરિ મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરના ૧૬મી ફેબ્રુઆરીથી ૨૨મી ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારથી શરૂ થઈ રહેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરિબાપુની શિવ મહાપુરાણની પોથીયાત્રા યોજાઈ હતી. પોથી યાત્રા બાદ ગિરિબાપુની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો. આ સમયે વાળીનાથ મંદિરના મહંત જયરામગિરિ બાપુ સહિતના સંતો-મહંતો કથા સ્થળ પર પહોંચ્યા હતા. મંદિરનો રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. રંગબેરંગી ફૂલોથી મંદિરમાં ઓમ, સાથિયો, નગારું, શિવલિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સાત દિવસ સુધી ચાલનારા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાત દિવસને અલગ-અલગ નામ આપવામાં આવ્યાં છે, જેમાં ૧૬મી ફેબ્રુઆરીને પાવનકારી દિવસ, ૧૭મી ફેબ્રુઆરીને પુણ્યકારી દિવસ, ૧૮મી ફેબ્રુઆરીને શુભકારી દિવસ, ૧૯મી ફેબ્રુઆરીને મંગલકારી દિવસ, ૨૦મી ફેબ્રુઆરીને પુનિતકારી દિવસ, ૨૧મી ફેબ્રુઆરીને હિતકારી દિવસ અને ૨૨મી ફેબ્રુઆરીને કલ્યાણકારી દિવસ તરીકે માનવામાં આવશે, જેમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button