આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Vadodara: આખરે રંજનબેન ભટ્ટે હથિયાર હેઠા મૂક્યા, નહીં લડે લોકસભા 2024ની ચૂંટણી

વડોદરા: છેલ્લા ઘણા સમયથી વડોદરા બેઠક પરના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ(Ranjanben Bhatt)ની ઉમેદવારીને લઈને ઘણો જ વિવાદ જોવા મળ્યો હતો. તેના વિરોધમાં શહેરમાં પોસ્ટર વોર પણ જોવા મળ્યું હતું અને પક્ષમાં અંદરોઅંદર જ ખટરાગ પાંચમા સુરે રેલાયો હતો. તેવામાં આ બધાની વચ્ચે આજે સોશિયલ મિડયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને રંજનબેન ભટ્ટે આગામી લોકસભાની 2024 ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.

ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ (Dr. Jyotiben Pandya, vadodara) રંજનબેનની ઉમેદવારીને લઈને વિરોધ કર્યો હતો. તેને સતત ત્રીજી વાર ઉમેદવાર બનાવવા પર તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને પાર્ટીએ જ્યોતિબેન પંડયાને સસ્પેન્ડ કરી દીધા છે.

‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો?’ ‘કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે’ જેવા પોસ્ટરો લગાવીને રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા મોડી રાત્રે સંગમ અને કારેલીબાગ વિસ્તાર આસપાસ અને ધારાસભ્ય મનીષાબેન વકીલની ઓફિસ પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા.

રંજનબહેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે તેમના રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ ભાજપના ઉમેદવારને હરાવીને પ્રથમ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. બાદમાં તે ભાજપમાં જોડાયા હતા. આ પછી તે શહેરના ડેપ્યુટી મેયર પણ બન્યા. જોકે, 2014માં વડોદરાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓ થોડો સમય વડોદરા જિલ્લાના શહેર પ્રમુખ પણ હતા.

રંજનબેન ભટ્ટના પતિ ધનંજય ભટ્ટ LICમાં નોકરી કરે છે. 61 વર્ષીય રંજનબેન ભટ્ટ છેલ્લા 22 વર્ષથી વડોદરામાં મહિલા ક્લબ ચલાવે છે. છેલ્લી બે ટર્મમાં તે લોકસભાની ઘણી સમિતિઓમાં રહી ચૂકી છે. તેણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. રંજનબેન ભટ્ટ પણ કબડ્ડી પ્લેયર રહી ચૂક્યા છે. રંજનબેન ભટ્ટનો જન્મ વડોદરા નજીક ભરૂચ જિલ્લાના રાયમા હાંસોટમાં થયો હતો.

આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે તેને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ. આ પેજને રિફ્રેશ કરતાં રહો…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?