વડોદરામાં વણસેલી સ્થિતિઃ આર્મીની વધુ ત્રણ કોલમ, મંત્રીઓ રવાના

અમદાવાદઃ ગુજરાત આખુ જળબંબાકાર થઈ ગયુ છે અને અવિરત વરસાદ વચ્ચે બચાવ કાર્ય અઘરું બની રહ્યું છે. ગુજરાતનું મહત્વનું શહેર એવું વડોદરા ખૂબ જ ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે અને અહીં અંતરિયાળ વિસ્તારો, સોસાયટી કે મુખ્ય માર્ગો તમામ પાણીમાં ગરકાવ છે. વડોદરાના ઘમા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયા બાદ પણ કેડસમા પાણી છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થિતિની ગંભીરતા જોતા રાજ્ય સરકારે આજે આર્મીની વધુ ત્રણ કોલમ, એન. ડી. આર. એફ.ની એક તથા એસ. ડી. આર. એફ.ની એક ટીમ રેસ્ક્યું માટે ફાળવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, એન. ડી. આર. એફ. ની ચાર તથા એસ. ડી. આર. એફ.ની પાંચ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.
આ સાથે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષીકેશ પટેલ અને કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્મા વડોદરાની સ્થિતિની સમીક્ષા માટે રવાના થયા હોવાની માહિતી મળી છે.
વડોદરાની આ સ્થિતિ માટે વિપક્ષનાં કૉંગ્રેસના નેતા અમી રાવતે સ્થાનિક તંત્રને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે વિશ્વામિત્રી નદી આસપાસના ગેરકાયદે બાંધકામને લીધે નદી આપસાપના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની ફરિયાદો પણ થઈ રહી છે.
આ પણ વાંચો :સતત બીજા દિવસે વરસાદે ટ્રેન વ્યવહાર ખોરવ્યોઃ જાણો ગુજરાત આવતી-જતી ટ્રેનોનું અપડેટ્સ
વિશ્વામિત્રીનું પાણી શહેરમાં આવતાની સાથે મગર પણ વડોદરામાં દેખાવા લાગ્યા છે. બીજી તરફ એનઆરડીએફ અને આર્મીની ટીમો બચાવકાર્યમાં જોડાઈ છે, પરંતુ લોકોની પરેશાનીનો કોઈ પાર નથી.
વડોદરા શહેર સહિત વડોદરા જિલ્લામાં પણ નદીઓ બે કાંઠે વહી રહી છે અને બચાવકાર્ય પણ મુશ્કેલ બન્યું છે. ઘરોમાં, સોસાયટીઓમાં પાણી ઘુસ્યા હોવાને કારણે લોકોને પારાવાર નુકસાન ગયું છે અને જનજીવન ખોરંભાઈ ગયું છે.
જોકે ગુજરાતના મોટાભાગના શહેરો અને ગામડાઓમાં વરસાદી આફતે તંત્રના કામની પોલ ખોલી દીધી છે