Vadodara ના કરજણ APMCના વાઇસ ચેરમેને ઝેરી દવા પી આપઘાત કર્યો

વડોદરાઃ વડોદરા(Vadodara)જિલ્લામાં કરજણના નવાબજાર વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપધાત કર્યો છે. ઝેરી દવા પીધા બાદ તેમને સારવાર અર્થે કરજણ ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો છે.
પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધ્યો
સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના કોઠાવ ગામે રહેતાં રજનીકાંત પટેલે વહેલી સવારે પોતાના ગામના ખેતરમાં ગયા હતાં. જયા તેમણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. રજનીભાઇ પટેલ કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન તેમજ કોઠાવ ગામના ઉપસરપંચ હતાં. આ પગલું તેમણે કેમ ભર્યું તેનું રહસ્ય હજુ અકબંધ રહેવા પામ્યું છે. પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી સાચી હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી છે.