વડોદરામાં આરોપીએ રચ્યો ખૂની ખેલ : પૈસાની જરૂર હોવાથી કરી વૃદ્ધની હત્યા
વડોદરા : ગુજરાતનાં વડોદરા(Vadodara) શહેરમાં રવિવારની વહેલી સવારે એજ અજાણી વ્યક્તિએ 71 વર્ષીય મહિલાની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. અને તેની કિંમતી વસ્તુઓની ચોરી પણ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર લીના પાટિલ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 4 વાગ્યા આસપાસ તરસાલી રોડ વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં બની હતી. હાલ પોલીસે વિશાલ નામના વીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેને એકલા હાથે જ ગુનો કર્યો હોવાનું પોલીસ પાસેથી માહિતી મળી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, “સુખજીત કૌર અને તેના પતિ હરવિંદર સિંહ તેમના ફ્લેટમાં એકલા રહેતા હતા અને આરોપી તેમને જરૂરી વસ્તુઓ પહોંચાડવાના કામ માટે મદદ કરતો હતો. નાયબ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, વહેલી સવારે તેમના ફ્લેટનો અચાનક લાઇટ જતી રહે છે, અર્થાત ગુનેગારે તેમના ઘરનો વિજળીનો પુરવઠો કાપી લીધા હતા. આથી એસી બંધ થઈ જતાં સુખજીત કૌર જાગી ગયા હતા અને રૂમની બહાર નીકળ્યા હતા. આ જ સમયે આરોપીએ અંધારામાં તેમના પર છરી વડે હુમલો કર્યો હતો અને ઘરેણાં લૂંટીને ભાગી ગયો હતો.
આ પણ વાંચો : દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટમાં ‘બોમ્બ’ની શંકાએ ખળભળાટ, જાણો શું છે મામલો
ત્યારબાદ તેમના પત્ની જ્યારે બહાર આવ્યા ત્યારે તેમના પતિની લોહીલુહાણ હાલતમાં જોતાં બૂમ પાડતા પાડોશીઓ બહાર આવી ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ વધુ પડતાં રક્તસ્ત્રાવને લીધે તેમનું મૃત્યુ થયું હતું.
હત્યા અને ચોરી કર્યા બાદ આરોપી પોતે ગાયબ થઈ ગયો હતો. આથી તેના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હત્યા કર્યા બાદ આરોપી પેટ્રોલ પંપ પર ગયો હતો અને ત્યાં તેના અન્ય મિત્રને નાસી જવા માટે બોલાવ્યો હતો. પોલીસ ઘણા સીસીટીવી કેમેરાઓ તપાસ્યા બાદ પેટ્રોલ પંપના કેમેરામાં સરોજ શંકાસ્પદ જણાયો હતો અને પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ સરોજે તેનો ગુનો કબૂલતા કહ્યું હતું કે તેને પૈસાની ખૂબ જરૂર હોવાથી તેણે આ પગલું ભર્યું હતું.