Vadodara માં ચાલતી વાનમાંથી બે વિદ્યાર્થિની પટકાઈ

વડોદરા : ગુજરાતના વડોદરામાં(Vadodara)સ્કૂલવાનમાં(Schoolvan)વિદ્યાર્થીઓની સલામતીના દાવાની પોલ ખોલતી ઘટના સામે આવી છે. જેમાં વડોદરાના એક ચાલુ સ્કૂલ વાને બે વિદ્યાર્થીની પટકાઇ હોવાનો વિડીયો સામે આવ્યો છે. એક ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં એક સોસાયટીમાંથી પસાર થઈ રહેલી સ્કૂલવાનના પાછળના ભાગનો દરવાજો અચાનક ખૂલી જતાં વાનમાં બેસેલી બે બે વિદ્યાર્થીની રોડ પર પટકાય છે. જો કે સ્કૂલવાન ચાલકને ખબર ન હોય તેમ વાન સ્પીડમાં જતી જોવા મળે છે.
સરકારે આ ઘટનાના તપાસના આદેશ આપ્યા
આ પણ વાંચો : Gujarat માં બે દિવસથી ચાલતી સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાઇ, વાલીઓને મળી રાહત
જ્યારે આ ઘટના જોતાં જ સોસાયટીના આસપાસના લોકો આ બે વિદ્યાર્થીનીની મદદ આવ્યા હતા. જો કે ઘટના કયા વિસ્તારની છે ને કઇ સ્કૂલના બાળકો છે તે જાણવા મળ્યું નથી જો કે મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના બાદ સરકારે આ ઘટનાના તપાસના આદેશ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સલામતીને લઇને ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેના વિરોધના સ્કૂલવાન ચાલકોએ હડતાળ પાડી હતી. જો કે ત્યાર બાદ હડતાળ પરત ખેંચી હતી.