Vadodara માં બે યુવકોને ચોર સમજી ક્રૂરતાથી માર માર્યો, એકનું મોત, બીજો ગંભીર

વડોદરા : વડોદરા(Vadodara)શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના સમયે ચોરનો ત્રાસ વધ્યો છે રોજ ચોર આવ્યા ચોરની બૂમો પડતા લોકોના ટોળા એકત્રિત થાય છે. ત્યારે ગત મોડીરાત્રે વડોદરાના વારસિયા વિસ્તારમા બે યુવકને ચોર સમજી ટોળાએ બેરહેમીપૂર્વક માર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
મૃત અને ધાયલ યુવકોના પરિવારજનોએ ન્યાયની માંગ કરી
દરમિયાન મૃતક યુવકની માતાએ જણાવ્યું હતું કે, મારા છોકરાને ન્યાય જોઈએ છે મારા છોકરાની ભૂલ હતી તો તમે પોલીસ ખાતાને સોંપવો જોઈતો હતો. અમારે ન્યાય જોઈએ છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેઓને તાત્કાલિક એરેસ્ટ કરવામાં આવે તેવી અમારી માગ છે. જે ઘટના બનવાની હતી તે બની ગઈ છે. પરંતુ હવે આગળ આ બાબતે યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે તેવી અમારી માગ છે.
| Also Read: Surat મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓ ત્રસ્ત, વળતર મુદ્દે કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો
વડોદરામાં ચોર સમજી માર માર્યાની ત્રીજી ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મોડીરાત્રે વારસિયા વિસ્તારમા અડધી રાત્રે બે યુવકને ચોર સમજી ટોળાએ બેરહેમીપૂર્વક માર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે 15 દિવસ પહેલાં પણ વડોદરાના વાઘોડિયા તાલુકાના આંકડીપુરા ગામની સીમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગ્રામ્યજનોએ ચોર સમજીને માર માર્યો હતો. સદનસીબે કોલેજના પ્રોફેસર સ્થળ પર પહોંચી જતાં વિદેશી વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટનામાં તેના હાથ-પગમાં ફ્રેક્ચર થયાં હતાં.
| Also Read: Surendranagar ના પાટડીમાં ઘરમાં રાંધણ ગેસની પાઇપ નીકળતા આગ લાગી, નવ લોકો દાઝયા
ઘટના વડોદરા નજીક જાંબુઆ પાસે બની હતી
આ ઉપરાંત અન્ય એક ઘટના વડોદરા નજીક જાંબુઆ પાસે બની હતી. સુરતથી બે યુવાન ખાનગી વાહનમાં આવ્યા હતા અને જાંબુવા ખાતે ઊતર્યા હતા. તેઓ જમવા માટે રેસ્ટોરન્ટ શોધી રહ્યા હતા એ દરમિયાન સ્થાનિક લોકોએ ચોર સમજીને આ બંને યુવાનને માર માર્યો હતો.