આપણું ગુજરાતવડોદરા

વડોદરા શહેરમાં ફરી પૂરના એંધાણ, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક

વડોદરાઃ શહેર પર બે મહિનામાં ત્રીજીવાર પૂરના એધાણ દેખાઈ રહ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજ પાસે જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સાથે સાથે એનડીઆરએફની બે ટીમ વડોદરા છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી રહી છે. વડોદરામાં આ પહેલા 24મી જુલાઈ અને 26મી ઓગસ્ટ આવેલા પૂરમાં પણ અહીં પાણી ભરાયા હતા.

શહેરમાં બે દિવસથી ભારે વરસાદ:
વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, નદીનું ભયજનક લેવલ 26 ફૂટની નજીક પહોંચ્યું છે. બીજી તરફ ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત છે તેમજ વડોદરાના ઈન્દીરાનગર આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

વડોદરામાં આજવા સરોવરના જળસ્તરમાં વધારો થતા જળસ્તર 212.95 ફૂટે પહોંચ્યા છે. જ્યારે પ્રતાપપુરા સરોવરની સપાટી પણ 225.75 ફૂટે પહોંચી છે. ત્યારે વિશ્વામિત્રી નદીની 22.00 ફૂટે પહોંચતા જ એલર્ટ અપાયું છે. વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારના લોકો પણ એલર્ટ મોડ પર છે.

ગરબા મેદાનો પર પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતા
વડોદરાના સુભાનપુરામાં વરસાદી પાણી ભરાયા છે. વિવિધ રાજમાર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે, ત્યારે બીજી તરફ ગરબા મેદાનો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા ગરબા આયોજકોની ચિંતામાં મોટો વધારો થયો છે. વડોદરામાં ભારે વરસાદને પગલે આજે તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ