આપણું ગુજરાત
વડોદરા-ગેરાતપુર સેક્શનમાં થઈ રહેલા કામને લીધે પ્રભાવિત થનાર ટ્રેનોની યાદી લાંબી છે, જાણી લો
અમદાવાદઃ પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે ડબલ લાઇન હાઇસ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજ (1X100M)નું નિર્માણ થઈ રહ્યું છે, જેને લીધે ઘણી ટ્રેનો પ્રભાવિત થશે. અમદાવાદ ડિવિઝનથી ઉપડતી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે જેની વિગતો નીચે મુજબ છે. રોજ આ રૂટ્સ પર ટ્રાવેલ કરતા પ્રવાસીઓએ ખાસ નોંધી લેવું.
……….10 એપ્રિલ 2024ના રોજ રદ કરાયેલી ટ્રેનો………….
- ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
- ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ
- ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
………11 એપ્રિલ 2024ના રોજ રદ કરાયેલી ટ્રેનો……..
- ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
………..10 અને 11 એપ્રિલ 2024ના રોજ આંશિક રીતે રદ થનાર ટ્રેનો……….
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી શોર્ટ ટર્મિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. …
Also Read : વંદે ભારત ટ્રેન સામે ‘તેજસ એક્સપ્રેસ’ની ‘લોકપ્રિયતા’ ઘટી, જાણો કેમ?
રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો………. - 08 એપ્રિલ 2024 ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
- 09 એપ્રિલ 2024ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
- 10 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટ થશે.
- 10મી એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 16533 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ થશે.
- 10મી એપ્રિલ 2024ના રોજ જામનગરથી ઉપડતીટ્રેન નંબર 12477 જામનગર-શ્રી વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે.
- 10મી એપ્રિલ 2024ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 03 કલાક 45 મિનિટ રેગ્યુલેટ થશે
- 10મી એપ્રિલ 2024ના રોજ વારાણસીથી ઉપડતી ટ્રેન નંબર 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 03 કલાક રેગ્યુલેટ થશે
- 11 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી ઉપડતી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ થશે
- 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ રેગ્યુલેટ થશે
- 11 એપ્રિલ 2024 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ રેગ્યુલેટ થશે
- 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 01 કલાક 25 મિનિટ રેગ્યુલેટ થશે
- 09 અને 12 એપ્રિલ 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે
Taboola Feed