Vadodara Gangrape Case: મેડિકલ તપાસ માટે આરોપીઓને સ્ટ્રેચર પર લઇ જવાયા, 1100 CCTV ચેક કરાયા, એક હજાર ઘરની તલાશી લીધી

વડોદરા : ગુજરાતના વડોદરામાં નવરાત્રિના પાવન પર્વ પર સગીરા સાથે દુષ્કર્મની ઘટના(Vadodara Gangrape Case)પ્રકાશમાં આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને ધમકાવી પોલીસના નામે રૂઆબ દેખાડી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓને સ્ટ્રેચર પર લઇ જવામાં આવ્યા
આ દુષ્કર્મ કેસના આરોપી અલ્તાફ બંજારા, શાહરુખ ઇસ્માઇલ બંજારા અને મુન્ના અબ્બાસ બંજારાની મેડિકલ તપાસ માટે પોલીસ તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આ દરમિયાન આરોપીને સ્ટ્રેચર પર લઇ જવામાં આવ્યા હતા. જ્યારે મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. દુષ્કર્મ આચર્યા બાદ આ લોકો કયા ફરાર થયા હતા અને આમાં બીજું કોણ કોણ સંડોવાયેલું છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
1 હજાર ઘરોમા પોલીસે તલાશી પણ લીધી હતી
ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. આ આરોપીને શોધવા માટે 200થી વધુ પોલીસકર્મીઓ શોધખોળ અભિયાનમાં જોડાયા હતા. આરોપીની શોધખોળમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઇ હતી. આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી સુધીના 1100થી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરોમા પોલીસે તલાશી પણ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્યાંથી પસારે થયેલા આરોપીઓ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા.
Also Read –