આપણું ગુજરાતવડોદરા

વડોદરા ગેંગરેપ કેસમાં પોલીસ ચડી ચકરાવે: આરોપી પાસેથી સત્ય ઓકાવવું બની રહ્યું છે અઘરું!

વડોદરાઃ નવરાત્રીમાં વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ પોલીસને 14મી ઓક્ટોબર સુધી આરોપીઓના રિમાન્ડ મળ્યા છે. ત્યારે ચાર્જશીટ માટે પુરાવા એકત્રિત કરવાનું કામ પોલીસ માટે અઘરૂ બનતું જઈ રહ્યું છે. કારણ કે, આરોપી દ્વારા કબૂલાત કરવામાં તેઓ એકબીજાના માથે દોષનો ટોપલો ઢોળી પોતે છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરોપીના મોઢે સાચું ઓકાવું એ પોલીસ માટે એક મોટો પડકાર બની રહ્યો છે.

આ પણ વાંચો : તમારી ઉંમર 21થી 24ની છે ? તો રાશિ-ભવિષ્ય વાંચવામાં ટાઈમ ના બગાડશો. કરી લો ફટાફટ આ કામ…

આરોપીઓનો પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ:
પોલીસને હજુ સુધી પીડિતાનો મોબાઈલ મળ્યો નથી, હજુ પણ પોલીસ તેને શોધવાના પ્રયાસો કરી રહી છે. જોકે, તપાસમાં પણ આરોપીઓ પોલીસને ચકરાવે ચઢાવી રહ્યાં છે. પોલીસને વારંવાર ગોળ-ગોળ ફેરવી મુદ્દા પરથી ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પહેલાં આરોપીએ કહ્યું હતું કે, તેમણે પીડિતાના ફોનને વિશ્વામિત્રી નદીના કોતરમાં ફેંક્યો છે, પરંતુ હવે આરોપીએ તેનું નિવેદન બદલી નાખ્યું છે. મોબાઈલ નદીમાં ફેંક્યો છે અને સીમકાર્ડ છાણી વિસ્તારમાં ફેંક્યું છે. હવે પોલીસ સીમકાર્ડ શોધવા માટે આમ-તેમ ફરી રહી છે.

એકબીજાના માથે દોષનો ટોપલો
પોલીસના પ્રશ્નોત્તરમાં આરોપીઓ કંઈપણ બોલવા તૈયાર નથી. પાંચેય આરોપીઓ એકબીજાના માથે દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે. રિમાન્ડ દરમિયાન આરોપી શાહરૂખે આરોપી મુન્નાના માથે સમગ્ર દોષનો ટોપલો ઢોળતા કહ્યું હતુ કે, મુન્નાએ સૌથી પહેલાં પીડિતા અને તેના મિત્રને ગાળો ભાંડી હતી. ત્યારબાદ મુન્નાએ પીડિતા સાથે શારીરિક અડપલાં કરતા પીડિતા સાથેનો છોકરો વચ્ચે પડ્યો તો મેં તેને ભગાડ્યો હતો. તે સમયે મુન્નાએ પીડિતા અને છોકરા સાથે દાદાગીરી કરી અને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ અમે એકપછી એક દુષ્કર્મ આચર્યુ હતું. પછી જ્યારે પીડિતાના મિત્રએ પ્રતિકાર કર્યો તો મુન્નો ત્યાંથી ભાગી ગયો હતો.

પોલીસની મુશ્કેલીમાં વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસને 14મી ઓક્ટોબર સુધી આરોપીઓના રિમાન્ડ મળ્યા છે. હવે ફક્ત બે જ દિવસ બાકી છે અને આરોપીઓ કંઈપણ ખુલાસો કરવા તૈયાર નથી, ત્યારે પોલીસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button