
અમદાવાદ : ગુજરાતના વડોદરામાં(Vadodara)ઓનલાઈન ફૂડ ડિલિવરી દરમ્યાન એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વડોદરામાં ઓનલાઇન પ્લેટફોર્મ ઝૉમેટો પર યુવતીએ ઓર્ડર બુક કરાવ્યો હતો. જ્યારે તેની ડિલિવરી આપવા એક યુવક આવ્યો હતો. તેણે ફૂડ ડિલિવરી કરતી વખતે અચાનક યુવતીનો હાથ પકડી લીધો હતો. તેમજ કહ્યું તે તેને પ્રેમ કરે છે. જોકે,આ ઘટનાથી ગભરાઈ ગયેલી યુવતીએ તેનો હાથ છોડાવી લીધો હતો. તેમજ આ અંગે તાત્કાલિક પરિવારને જાણ કરી હતી. જેની બાદ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે તેની બાદ આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
યુવતીને ફૂડ આપ્યા પછી તેણે તેનો હાથ પકડ્યો
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વડોદરાના એક એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતીએ ઓનલાઈન ફુડ ઓર્ડર આપ્યો હતો. તેનો ઓર્ડર ઝૉમેટો કંપનીનો ફૂડ ડિલિવરી બોય મોહમ્મદ અકમલ ફિરોઝવાલાએ લીધો હતો. યુવતીને ફૂડ આપ્યા પછી તેણે તેનો હાથ પકડ્યો હતો જેના લીધે યુવતી ગભરાઈ ગઇ હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં HMPVનો બીજો કેસ નોંધાયો, તંત્ર થયું દોડતું
આરોપી વિરુદ્ધ છેડતીની ફરિયાદ દાખલ
આ દરમિયાન આરોપીએ યુવતીનો હાથ પકડીને કહ્યું, “તું ખૂબ જ સુંદર છે અને મને તું ખૂબ ગમે છે.” જોકે, ડિલિવરી બોયની હરકતો જોઈને યુવતીએ તરત જ પોતાનો હાથ છોડી દીધો. તેણે આ ઘટનાની જાણ તેના પરિવારને કરી. પરિવારના કહેવાથી યુવતીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ડીસીપી ઝોન-૧ જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ છોકરીની છેડતીની ફરિયાદ મળી હતી. ફરિયાદ બાદ આરોપી વિશે માહિતી એકત્રિત કરવામાં આવી અને પછી તેની ધરપકડ કરવામાં આવી છે.