અમદાવાદઆપણું ગુજરાતવડોદરા

ગુજરાતમાં રોગચાળો વકર્યોઃ વડોદરામાં તાવથી એક મહિલાનું મોત

વડોદરાઃ ગુજરાત સહિત વડોદરામાં રોગચાળો વકર્યો છે. વડોદરામાં ત્રણ દિવસમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે. એક મહિલાને તાવ આવ્યા બાદ વોમિંટીંગ થતા તેનું મોત નિપજયું છે. મેલેરિયાના ત્રણ કેસ અને કમળાના ચાર કેસ નોંધાયા છે. ટાઈફોડના ચાર અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે. વડોદરામાં ડાયેરિયાના 215 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં પણ ડેન્ગ્યુના કેસમાં વધારો
અમદાવાદમાં પણ ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. મનપાના આરોગ્યવિભાગની ઢીલી કામગીરી અને અમુક અંશે સ્થાનિક લોકોની બેદરકારીના કારણે રોગચાળો અટકવાને બદલે વધી રહ્યો છે. કોર્પોરેશન દ્રારા સમયાંતરે દવાનો છંટકાવ તેમજ ફોંગિંગ કામગીરી કરવી આવશ્યક છે, જો દવાનો છંટકાવ અને ફોંગિંગ કરવામાં નહી આવે તો આવાનારા સમયમાં હજી પણ રોગચાળો વધુ વકરવાની શક્યતા નકારી શકાય નહી.

વરસાદ બાદ મચ્છરનું ઉત્પાદન વધ્યું
વરસાદના વિરામ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker