Vadodara થી અમદાવાદ લવાતા રૂપિયા 73 લાખના દારૂના જથ્થા સાથે બેની ધરપકડ

વડોદરાઃ વડોદરા(Vadodara) પોલીસે દારૂ ભરેલા ટેન્કર સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં મુંબઈથી અમદાવાદમાં દારૂનો સપ્લાય કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હરણી પોલીસની ટીમને દારૂ ભરેલુ ટેન્કર મુંબઈથી અમદાવાદ તરફ લઈ જઈ રહ્યાની બાતમીના આધારે પોલીસે ગોધરાથી વડોદરા જતા નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી.
ટેન્કરના ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ
આ દરમિયાન બાતમી મુજબનું ટેન્કર આવતા તેને ઝડપી પાડ્યું હતુ. તલાશી લેતા તેમાંથી રૂપિયા 73.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો . આ સાથે જ ટેન્કરના ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ટેન્કર મળીને કુલ રૂપિયા 88.25 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે દારૂને સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.